શોધખોળ કરો
કૉંગ્રેસના મોદી સરકારને સવાલ, પૂછ્યું- શું કોઈ 500 રૂપિયાથી મહિનો ઘર ચલાવી શકે ?
કૉંગ્રેસે આજે કેન્દ્રની મોદી સરકાર પર ફરી નિશાન સાધ્યું છે અને ત્રણ મહત્વના સવલો પૂછ્યા છે.

નવી દિલ્હી: આજે સંસદના ચોમાસું સત્રનો બીજો દિવસ છે અને કેન્દ્ર સરકારે અનેક મુદ્દાઓ પર પોતાનો પક્ષ મુકી રહી છે. ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે અને કોરોના વાયરસ તથા લૉકડાઉન વચ્ચે બનેલી સ્થિતિઓને લઈ વિપક્ષ સરકારને સતત ઘેરી રહ્યું છે. એવામાં કૉંગ્રેસે આજે કેન્દ્રની મોદી સરકાર પર ફરી નિશાન સાધ્યું છે અને ત્રણ મહત્વના સવલો પૂછ્યા છે. કૉંગ્રેસે ટ્વિટ કરીને કેન્દ્ર સરકારને ત્રણ સવાલ પૂછ્યા છે કે, શું ગૃહિણી એક મહિનો માત્ર 500 રૂપિયાથી પોતાનું ઘર ચલાવી શકે ? બીજો સવાલ પૂછ્યો કે, શું આપણા પ્રવાસી પરિવારોની ભૂખને દર મહીને માત્ર 5 કિલો અનાજથી શાંત કરી શકાય છે ?, આપણા દિવ્યાંગજનો, વિધવાઓ અને વૃદ્ધોને સહારા માટે માત્ર 1000 રૂપિયાની જ રકમ પર્યાપ્ત છે ? કૉંગ્રેસે કેન્દ્ર સરકારને સીધો સવાલ પૂછ્યો કે, સરકાર આ મહામારી દરમિયાન ટોકનની પ્રક્રિયાને શા માટે અપનાવી રહી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર તરફથી કોરોના મહામારી દરમિયાન નિમ્ન વર્ગની મદદ માટે જે યોજનાનું એલાન કરવામાં આવ્યું હતું તેના હેઠળ તેની તમામ જાહેરાતો કરીને સરકાર પોતાની પીઠ થપથપાવી રહી હતી તેના તેમણે ગરીબો, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને દિવ્યાંગજનો માટે ખૂબજ અસરકારક પગલા લીધા છે. આ કોરોના મહામારીના સંકટ કાળ દરમિયાન સરકારે કરોડો પ્રવાસીઓને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી અને અનેક કાર્ય સરકારે સમયાંતરે કર્યા છે. જો કે, વિપક્ષ હંમેશા સરકાર પર આરોપ લગાવી રહી છે કે, આ તમામ ઉપાયો લોકોની વાસ્તવિકતા મદદ માટે કાફી નથી અને જનતાને તેનાથી કંઈ વધારે મદદ મળી નથી અને સરકારે વધુ પગલા લેવા જોઈએ.
વધુ વાંચો





















