શોધખોળ કરો
Advertisement
કોગ્રેસે ચીન દ્ધારા 'ડિઝિટલ જાસૂસી'નો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો, કહ્યુ- સરકારે મજબૂત વ્યવસ્થા કરવી જોઇએ
કોગ્રેસના સાંસદોએ લોકસભા અને રાજ્યસભામાં એ મીડિયા રિપોર્ટ પર ચિંતા વ્યક્ત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતુ કે, એક ચીની આઇટી કંપની દ્ધારા 10 હજારથી વધુ પ્રમુખ ભારતીય લોકો અને સંગઠનો પર નજર રાખવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ કોગ્રેસના સાંસદોએ લોકસભા અને રાજ્યસભામાં એ મીડિયા રિપોર્ટ પર ચિંતા વ્યક્ત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતુ કે, એક ચીની આઇટી કંપની દ્ધારા 10 હજારથી વધુ પ્રમુખ ભારતીય લોકો અને સંગઠનો પર નજર રાખવામાં આવી રહી છે. કોગ્રેસના સાંસદોએ કહ્યું કે, ચીનની ડિઝિટલ આક્રમકતાનો સામનો કરવા માટે સરકારે મજબૂત વ્યવસ્થા બનાવવી જોઇએ.
કોગ્રેસના બે સાંસદો કે સી વેણુગોપાલ અને રાજીવ સાતવે રાજ્યસભામાં શૂન્ય કાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પર રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુએ સંસદીય કાર્યમંત્રીને કહ્યું હતું કે, તે આના પર ધ્યાન આપે અને સંબંધિત મંત્રીને તેની જાણકારી આપે.
લોકસભામાં શૂન્યકાળમાં કોગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, ચીને પહેલા કોરોના વાયરસથી આક્રમકતા બતાવી. બાદમાં સરહદ પર આક્રમકતા બતાવી અને હવે તે ડિઝિટલ આક્રમકતા બતાવી રહ્યું છે. આપણે ચીનના ચંગુલમાં ફસાઇ ગયા છીએ. શું સરકારને તેની જાણ છે?
અધીર રંજન ચૌધરીએ પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદને કહ્યુ કે, ચીનની ડિઝિટલ આક્રમકતાનો સામનો કરવા માટે મજબૂત વ્યવસ્થા બનાવવામાં આવે. રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવતા કોગ્રેસના સંગઠનના મહાસચિવ વેણુગોપાલે કહ્યું કે, તે એક ચૌંકાવનારા અહેવાલ પ્રત્યે ધ્યાન દોરવા માંગે છે જે રાષ્ટ્રીય સુરક્ષા અને ભારતીય નાગરિકોની પ્રાઇવેસી સંબંધિત છે. એક અંગ્રેજી ન્યૂઝપેપરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનની સરકાર અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલી એક આઇટી કંપની પોતાના વિદેશી લક્ષ્યોના વૈશ્વિક ડેટાબેઝમાં 10 હજારથી વધુ ભારતીય લોકો અને સંગઠનો પર નજર રાખી રહી છે.
વેણુગોપાલે કહ્યુ કે, જેમાં ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કોગ્રેસ અધ્યક્ષ સહિત વિપક્ષ નેતાઓ, મુખ્યમંત્રી, સાંસદ, સેના પ્રમુખ અને ઉદ્યોગપતિ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ગુજરાત
અમદાવાદ
Advertisement