શોધખોળ કરો
રાહુલ ગાંધીના ભાજપ સાથે સાંઠગાંઠ વાળા નિવેદન પર ભડક્યા કૉંગ્રેસના દિગ્ગજ નેતા, કહ્યું- આરોપ સાબિત થશે તો રાજીનામું આપી દઈશ
કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્ર પર ચર્ચા થઈ. આ દરમિયાન પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ પત્રને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.

નવી દિલ્હી: કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્ર પર ચર્ચા થઈ. આ દરમિયાન પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ પત્રને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે ગુલામ નબી આઝાદ રાહુલ ગાંધીના ભાજપ સાથે સાંઠગાંઠ વાળા નિવેદન પર ભડક્યા હતા. તેમણે કહ્યું જો ભાજપ સાથે મિલીભગતનો આરોપ સાચો સાબિત થશે તો હુ રાજીનામું આપી દઈશ. પરંતુ આઝાદે જવાબ આપતા સમયે રાહુલ ગાંધીનું નામ નહોતું લીધું.
કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા કહ્યું કે રાહુલ ગાંધીએ આ પ્રકારનું કોઈ નિવેદન નથી આપ્યું. થોડી વાર બાદ કૉંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું હું મારુ ટ્વિટ પરત લઈ રહ્યો છું કારણ કે રાહુલ ગાંધીએ વ્યક્તિગત રીતે મારી સાથે વાત કરી. ગુલામ નબી આઝાદે પણ ટ્વિટ કરી કહ્યું રાહુલ ગાંધીએ ક્યારેય નથી કહ્યું, ન તો કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં અને બહાર કે આ પત્ર ભાજપ સાથે મિલીભગતમાં લખવામાં આવ્યો હતો.
બેઠકમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પણ રાહુલ ગાંધીએ આ આરોપનો જવાબ આપ્યો, જેમાં તેમણે ભાજપની મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો. સિબ્બલે કહ્યું, 'મે રાજસ્થાન હાઈકોર્ટમાં પાર્ટીનો બચાવ કર્યો. મણિપુરમાં ભાજપથી પાર્ટીનો બચાવ કર્યો. છેલ્લા 30 વર્ષમાં ક્યારેય કોઈપણ મુદ્દે ભાજપના પક્ષમાં નિવેદન નથી આપ્યું. છતાં પણ અમે ભાજપ સાથે મળેલા છીએ.'
ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીમાં નેતૃત્વના મુદ્દે સોનિયા ગાંધીને પત્ર લખનારા નેતાઓ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે જ્યારે પાર્ટી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિરોધી તાકત સામે લડી રહી હતી અને સોનિયા ગાંધી બીમર હતા એવા સમયે પત્ર કેમ લખવામાં આવ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સીડબ્લ્યૂસી બેઠકમાં રાહુલ ગાંધીએ કથિત રીતે કહ્યું કે પત્ર લખનારા નેતાઓ ભાજપની સાથે સાંઠગાંઠ કરી રહ્યા છે.
મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી વાડ્રા, કેપ્ટન અમરિંદર સિંહ સહિત અન્ય કૉંગ્રેસ નેતા કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સામેલ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
Advertisement
