Congress Candidates: હરિયાણા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી નવ ઉમેદવારોની બીજી યાદી, દુષ્યંત ચૌટાલા સામે લડશે બ્રિજેન્દ્ર સિંહ
કોંગ્રેસ પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.

કોંગ્રેસ પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં 9 ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ ગુરુગ્રામથી મોહિત ગ્રોવરને ટિકિટ આપી છે અને વર્ધન યાદવ બાદશાહપુરથી ચૂંટણી લડશે. જેજેપી વડા અને ભાજપના સમર્થનથી નાયબ મુખ્યપ્રધાન રહેલા દુષ્યંત ચૌટાલા વિરુદ્ધ બિરેન્દ્ર સિંહના પુત્ર બ્રિજેન્દ્ર સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में हरियाणा विधानसभा चुनाव के लिए कांग्रेस उम्मीदवारों की दूसरी लिस्ट। pic.twitter.com/ZxRF3Zuyku
— Congress (@INCIndia) September 8, 2024
કોંગ્રેસની તાજેતરની યાદીમાં જાહેર કરાયેલા 9 નામોમાં થાનેસરથી અશોક અરોરા, ગનૌરથી કુલદીપ શર્મા, ઉચાના કલાંથી બ્રિજેન્દ્ર સિંહ, તોહાનાથી પરમવીર સિંહ, તોશામથી અનિરુદ્ધ ચૌધરી, મેહમથી મંજૂ ચૌધરી, બાદશાહપુરથી વર્ધન યાદવ અને ગુરુગ્રામથી મોહિત ગ્રોવરને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ અગાઉ 32 ઉમેદવારોની જાહેરાત કરી હતી.
કોંગ્રેસે સૌથી પહેલા 32 ઉમેદવારોના નામ જાહેર કર્યા
કોંગ્રેસ પાર્ટીએ આગામી 6 સપ્ટેમ્બરે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 32 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પાર્ટીએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાને ગરહી સાંપલા-કિલોઈ બેઠક પરથી ઉતાર્યા છે. આ સિવાય સોનીપતથી સુરેન્દ્ર પંવાર, ગોહાનાથી જગબીર સિંહ મલિક અને રોહતકથી ભારત ભૂષણ બત્રાને ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાન હાલોદ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. આ સિવાય પાર્ટી મેવા સિંહ લાડવાથી ચૂંટણી લડશે. અને તેઓ મુખ્યમંત્રી અને ભાજપના નેતા નાયબ સૈની સામે ચૂંટણી લડશે. કોંગ્રેસે બાધલી બેઠક પરથી કુલદીપ વાટા, ઝજ્જરથી ગીતા ભુક્કલ, રેવાડીથી ચિરંજીવ રાવ, નૂહથી આફતાબ અહમદ અને ફરીદાબાદ એનઆઈટીથી નીરજ શર્માને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન અંગે વાતચીત ચાલી રહી છે
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનને લઈને વાતચીત કરી રહી છે. આજે જ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી દીપક બાબરિયા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ મુલાકાત કરી હતી. આ બેઠક બાદ બંને નેતાઓએ કહ્યું છે કે ગઠબંધન ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. જોકે, મીડિયા સાથે વાત કરતાં દીપક બાબરિયાએ જણાવ્યું હતું કે, આગામી બે દિવસમાં ગઠબંધન અંગેની વાતચીતનો નિર્ણય લેવામાં આવશે અને ઉમેદવારોની યાદીમાં પણ ફેરફાર કરવામાં આવે તેવી શકયતા છે.
ભાજપે 67 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે
5 ઓક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 67 ઉમેદવારોની જાહેરાત કરી છે. મુખ્ય ઉમેદવારોમાં મુખ્યપ્રધાન નાયબ સિંહ સૈનીનો સમાવેશ થાય છે, જે લાડવા બેઠક પરથી ચૂંટણી લડશે અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ઓમ પ્રકાશ ધનખડ બાદલીથી ચૂંટણી લડશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
