AK Antony Son Joins BJP: કોંગ્રેસના દિગ્ગજ નેતા એકે એન્ટનીનો પુત્ર ભાજપમાં થયો સામેલ
Anil Anthony: કેરળ કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના પૂર્વ કન્વીનર અનિલ એન્ટની કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, વી મુરલીધરન, કેરળ બીજેપી અધ્યક્ષ કે સુરેન્દ્રનની હાજરીમાં ભાજપમાં જોડાયા.
Anil Antony joins BJP: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની ગુરુવારે ભાજપમાં જોડાયા છે. કેરળ કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના પૂર્વ કન્વીનર અનિલ એન્ટની કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, વી મુરલીધરન, કેરળ બીજેપી અધ્યક્ષ કે સુરેન્દ્રનની હાજરીમાં ભાજપમાં જોડાયા. આ દરમિયાન અનિલ એન્ટોનીએ કહ્યું કે એક ભારતીય યુવા તરીકે મને લાગે છે કે રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રીય એકતાના વડાપ્રધાનના વિઝનમાં યોગદાન આપવું એ મારી જવાબદારી અને ફરજ છે.
એકે એન્ટોની કોંગ્રેસ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે
2002ના ગુજરાત રમખાણો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસીની ડોક્યુમેન્ટ્રીના વિવાદને પગલે અનિલ એન્ટોનીએ જાન્યુઆરીમાં કોંગ્રેસ છોડી દીધી હતી. અનિલ એન્ટોનીના પિતા એકે એન્ટોની કોંગ્રેસ સરકારમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન હતા. આ સિવાય તેઓ કેરળના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. એ.કે.એન્ટનીનું નામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં ગણવામાં આવે છે.
Delhi | Anil Antony, Congress leader and son of former Defence minister AK Antony, joins BJP, in presence of Union ministers Piyush Goyal and V Muraleedharan pic.twitter.com/c39pybFbdt
— ANI (@ANI) April 6, 2023
પાર્ટી છોડતા પહેલા અનિલ એન્ટની કેરળમાં કોંગ્રેસનું સોશિયલ મીડિયા સેલ ચલાવતા હતા. પાર્ટી છોડતા પહેલા તેણે બીબીસીની ડોક્યુમેન્ટરીને ભારત વિરુદ્ધ પક્ષપાતી ગણાવી હતી. ભાજપમાં તેમનું સ્વાગત કરતા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે અનિલ એન્ટની બહુમુખી વ્યક્તિત્વ છે. જ્યારે મેં અનિલ એન્ટોનીના ઓળખપત્રો જોયા ત્યારે હું ખૂબ પ્રભાવિત થયો હતો. તેમના વિચારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા જ છે.
#WATCH | Congress leader & former Defence minister AK Antony's son, Anil Antony joins BJP in Delhi pic.twitter.com/qJYBe40xuY
— ANI (@ANI) April 6, 2023
રાજ્યમાં કમોસમી વરસાદથી મળશે આંશિક રાહત
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આવતીકાલથી કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. સાયક્લોનિક સિર્ક્યુલેશન સાઉથ રાજસ્થાન તરફ જતા રાહત મળશે, જોકે આજે સૌરાષ્ટ્ર માં સામન્ય વરસાદની સંભાવના છે. પોરબંદર,રાજકોટ અને દ્વારકામાં આજે વરસાદ પડી શકે છે. આવતીકાલથી તાપમાનનો પારો ઉંચકાવાની શરૂઆત થશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 3 થી 4 ડિગ્રી વધશે અને આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે.