Himachal Government Formation: કોંગ્રેસ હાઈકમાન્ડે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે આ નેતાની કરી પસંદગી, થોડીવારમાં થઈ શકે સત્તાવાર જાહેરાત
કોંગ્રેસ હાઈકમાન્ડે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સુખવિંદરસિંહ સુખુની પસંદગી કરી છે. થોડીવારમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
Himachal CM Race: કોંગ્રેસ હાઈકમાન્ડે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સુખવિંદરસિંહ સુખુની પસંદગી કરી છે. થોડીવારમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
Congress high command approves the name of Sukhwinder Singh Sukhu as CM of Himachal Pradesh. His name will be announced by this evening after discussing it with other leaders: Sources pic.twitter.com/9tdYCVGg5c
— ANI (@ANI) December 10, 2022
કોંગ્રેસ હાઈકમાન્ડે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સુખવિંદર સિંહ સુખુના નામને મંજૂરી આપી દીધી છે. ANI સૂત્રોના જણાવ્યા અનુસાર અન્ય નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આજે સાંજ સુધીમાં તેમના નામની જાહેરાત કરવામાં આવશે.
શુક્રવારે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં હાઈકમાન્ડને મુખ્યમંત્રીની પસંદગી માટે સત્તા આપવામાં આવી હતી. હવે ફરી એકવાર આજે શિમલામાં સ્થિત હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસ વિધાનમંડળ દળની બેઠક બોલાવવામાં આવી છે. વિધાનમંડળની બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે અને આગામી બે દિવસમાં શપથગ્રહણ પણ થઈ શકે છે. હિમાચલ કોંગ્રેસના અધ્યક્ષ પ્રતિભા સિંહ, પ્રચાર સમિતિના અધ્યક્ષ સુખવિંદર સિંહ સુખુ અને 13મી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા મુકેશ અગ્નિહોત્રી મુખ્યમંત્રી પદની રેસમાં છે.
આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક
સાંજે ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ સોમવાર, 12 ડિસેમ્બર સુધી શપથ ગ્રહણ સમારોહ પણ થઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહ રાજધાની શિમલાના રિજ મેદાનમાં યોજવાનો પ્રસ્તાવ છે. અધિકારીઓએ પણ શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વહીવટી સ્તરે લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. માત્ર મુખ્યમંત્રીના નામ પર મહોર મારવાની રાહ જોવાઈ રહી છે.
ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પર પણ ચર્ચા થઈ રહી છે
હિમાચલ કોંગ્રેસમાં પણ મુખ્યમંત્રીની ખુરશીના મુદ્દે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ પણ સર્વસંમતિ ન બને તો ડેપ્યુટી સીએમ પદ પણ મજબૂત નેતાને આપવામાં આવી શકે છે. આ માટે શિમલા ગ્રામીણના ધારાસભ્ય અને પ્રતિભા સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહનું નામ આગળ ચાલી રહ્યું છે. હાલમાં હિમાચલ પ્રદેશ સિવાય રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે.
રાજસ્થાનમાં પણ કોંગ્રેસે ડેપ્યુટી સીએમનું પદ આપીને સમીકરણ ગોઠવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મામલો વણસતા સચિન પાયલટે ડેપ્યુટી સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેવી જ રીતે છત્તીસગઢમાં પણ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને આરોગ્ય મંત્રી ટીએસ સિંહ દેવ વચ્ચે પરસ્પર લડાઈના સમાચારો સામે આવતા રહે છે. મધ્યપ્રદેશમાં પણ ભાજપને કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચેની લડાઈને કારણે સરકાર પડી જવાનો ફાયદો ભાજપને મળ્યો હતો.