શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રામ મંદિર નિર્માણઃ દિગ્વિજય સિંહે કહ્યું- 'યોગ્ય મુહૂર્તમાં નથી થઈ રહ્યું ભૂમિ પૂજન'
દિગ્વિજય સિંહે ટ્વિટ કરીને લખ્યું, અમે પણ ઈચ્છીએ છીએ કે રામ મંદિર બને પરંતુ વાત મુહૂર્તની છે.
ભોપાલઃ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. રામ મંદિરનું ભૂમિ પૂજન 5 ઓગસ્ટે થશે. પ્રધાનમંત્રી મોદી ભૂમિ પૂજન કરશે. આ દરમિયાન રામમંદિર ભૂમિ પૂજનના મુહૂર્તને લઈ કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે સવાલ ઉઠાવ્યા છે.
દિગ્વિજય સિંહે ટ્વિટ કરીને લખ્યું, અમે પણ ઈચ્છીએ છીએ કે રામ મંદિર બને પરંતુ વાત મુહૂર્તની છે. આ દેશમાં 90 ટકાથી વધારે હિન્દુઓ મુહૂર્ત, ગ્રહ દશા, જ્યોતિષ, ચોઘડિયા વગેરે ધાર્મિક વિજ્ઞાનમાં વિશ્વાસ કરે છે. 5 ઓગસ્ટે શિલાન્યાસનું કોઈ મુહૂર્ત નથી તે વાત પર હું તટસ્થ છું અને આ સીધી ધાર્મિક ભાવના તથા માન્યતા સાથે ચેડા છે.
અન્ય ટ્વિટમાં તેમણે લખ્યું, આપણી આસ્થાનું કેન્દ્ર ભગવાના રામ છે. આજે સમગ્ર દેશ રામ ભરોસે ચાલી રહ્યો છે. તેથી આપણા બધાની ઈચ્છા એક ભવ્ય મંદિર અયોધ્યા રામ જન્મ ભૂમિ પર બને અને રામલલા ત્યાં બિરાજે તેવી છે. સ્વ.રાજીવ ગાંધી પણ આમ ઈચ્છતા હતા પરંતુ હાલ મંદિરનું ભૂમિપૂજન મુહૂર્ત પર નથી થઈ રહ્યું.
પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ
પીએમ મોદીનું હેલિકોપ્ટર સવારે 11.30 કલાકે સાકેત વિશ્વવિદ્યાલય ઉતરશે. જે બાદ પીએમ મોદીનો કાફલો રામ જન્મભૂમિ માટે રવાના થશે. ભૂમિ પૂજન કાયક્રમ બે કલાકનો રહેશે. આ દરમિયાન પીએમ મોદી માત્ર બે જગ્યા હનુમાન ગઢી અને રામજન્મ ભૂમિ જશે. મોદી સૌથી પહેલા ક્યાં જશે તે નક્કી નથી. બે કલાકના કાર્યક્રમમાંથી એક કલાકનું તેમનું ભાષણ હશે. જેને ધ્યાનમાં રાખી અયોધ્યામાં અનેક જગ્યાએ સ્ક્રીન લગાવવામાં આવશે. અયોધ્યાથી ફૈઝાબાદ સુધી લાઉડસ્પીકર પણ લગાવાશે.
કોણ-કોણ થશે સામેલ
આ કાર્યક્રમમાં જે બસો આમંત્રિતોને બોલાવવામાં આવ્યા છે તેમાં પચાસ સાધુ સંત, પચાસ અધિકારી અને પચાસ લોકો વિશ્વ હિન્દુ પરિષદના હશે. ભૂમિ પૂજન કાર્યક્રમમાં દેશના પચાસ ગણમાન્ય લોકોને પણ સામેલ થવા આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સરસંઘ ચાલક મોહન ભાગવત, ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર અને સાધ્વી ઋતંભરા સામેલ થશે. સ્થાનિક તંત્ર દ્વારા કોરોના વાયરસની મહામારીને જોતા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
મંદિરની કેટલીક વિશેષતા
- મંદિરની ઊંચાઈ 161 ફૂટ હશે અને તેમાં ત્રણના બદલે પાંચ ગુંબજ હશે.
- સોમપુરા માર્બલ બ્રિક્સ જ મંદિરનું નિર્માણ કરશે. સોમનાથ મંદિર પણ આ લોકો જ બનાવ્યું છે.
- મંદિર માટે 10 કરોડ પરિવારો દાન આપશે.
- મંદિરના પાયાનું નિર્માણ માટીની ક્ષમતાના આધારે 60 મીટર નીચે કરાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
બિઝનેસ
દુનિયા
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion