શોધખોળ કરો
Advertisement
મની લોન્ડરિંગ શિવકુમારને ન મળી રાહત, વધુ પાંચ દિવસ રહેશે EDની કસ્ટડીમાં
નોંધનીય છે કે 3 સપ્ટેમ્બરના રોજ શિવકુમારની ધરપકડ કરાઇ હતી.
નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ મામલામાં ધરપકડ કરાયેલા કર્ણાટકના પૂર્વ મંત્રી અને કોગ્રેસ નેતા ડી કે શિવકુમારને શુક્રવારે કોર્ટમાંથી કોઇ રાહત મળી નથી. કોર્ટે ઇડીની વિનંતી સ્વીકાર કરતા શિવકુમારની કસ્ટડી પાંચ દિવસ માટે વધારી દેવામાં આવી છે. નોંધનીય છે કે 3 સપ્ટેમ્બરના રોજ શિવકુમારની ધરપકડ કરાઇ હતી. તેમની નવ દિવસની કસ્ટડી શુક્રવારે ખત્મ થયા બાદ શુક્રવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ઇડીએ રાઉઝ એવેન્યુ કોર્ટમાં કહ્યું કે, શિવકુમારની અનેક સંપત્તિઓ બેનામી છે અને 317 બેન્ક એકાઉન્ટ્સ મારફતે મની લોન્ડ્રરિંગ થઇ છે. ઇડીએ કહ્યું કે, શિવકુમાર વિરુદ્ધ તપાસ અનુસાર મની લોન્ડ્રરિંગ 200 કરોડ રૂપિયાથી વધારે છે અને લગભગ 800 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ છે. સાથે જ ઇડીએ શિવકુમારની અટકાયત પાંચ દિવસ સુધી વધારવાની માંગ કરતા કહ્યું કે, મોટી સંખ્યામાં દસ્તાવેજ જપ્ત કરાયા છે જેમાં આરોપી શિવકુમારને રૂબરુ કરાવવાની જરૂર છે.
ઇડીના મતે શિવકુમાર એ જાણકારી આપી રહ્યા નથી જે જાણકારી તેમની પાસે છે. કોર્ટે ઇડીને પૂછ્યું કે શિવકુમાર આગામી પાંચ દિવસમાં ક્યા સવાલના જવાબ દેશે. તમારે તેમને કસ્ટડીમાં રાખવાની શું જરૂર છે. ઇડીએ કહ્યું કે, કેટલાક અન્ય આરોપીઓના નિવેદન છે અને શિવકુમારને તેનો સામનો કરાવવાની જરૂર છે. નોંધનીય છે કે શિવકુમારને મની લોન્ડ્રરિંગના એક કેસમાં 3 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરાઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement