શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધીએ ABP ન્યૂઝને કહ્યું- પોલીસે ધક્કો માર્યો, ક્યારેક ક્યારેક આવુ થઇ જાય છે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને રસ્તામાં યુપી પોલીસે રોકી લીધા. આ દરમિયાન પોલીસે તેમની સાથે ધક્કામુક્કી કરી. આ બધાની વચ્ચે રાહુલ જમીન પર પડી ગયા
લખનઉઃ હાથરસમાં ગેન્ગરેપ પીડિતાના પરિવારને મળવા જઇ રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને રસ્તામાં યુપી પોલીસે રોકી લીધા. આ દરમિયાન પોલીસે તેમની સાથે ધક્કામુક્કી કરી. આ બધાની વચ્ચે રાહુલ જમીન પર પડી ગયા પરંતુ જ્યારે એબીપી ન્યૂઝે રાહુલને આ વિશે પુછ્યુ તો તેમને કહ્યું કે પોલીસે ધક્કો માર્યો, પરંતુ ક્યારેક ક્યારેક આવુ થઇ જાય છે.
આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે, હાલ પોલીસવાળાઓએ મને ધક્કો મારીને લાકડી મારીને પાડી દીધો ઠીક છે. હું કંઇક નથી કરી રહ્યો, કોઇ પ્રૉબ્લમ નથી. આ હિન્દુસ્તાનમાં શું આરએસએસ અને બીજેપીના લોકો જ ચાલી શકે છે? શું સામાન્ય માણસ નથી ચાલી શકતો? શું આ દેશમાં નરેન્દ્ર મોદી જ પગપાળા જઇ શકે છે?
ઉલ્લેખનીય છે કે હાથરસ જઇ રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ધરપકડ કરી લેવામાં આવી છે, રાહુલ ગાંધીની કલમ 188 અંતર્ગત ધરપકડ કરાઇ છે. રાહુલે પોલીસને એ સવાલ પણ પુછ્યો કે તેની કેમ ધરપકડ કરાઇ રહી છે, તે તો એકલા જવા માંગે છે આવામાં કલમ 144નુ પણ નહીં થાય.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement