શોધખોળ કરો
ફરીદાબાદમાં કોંગ્રેસ પ્રવક્તાની ધોળા દિવસે ગોળી મારી કરવામાં આવી હત્યા, જાણો વિગત
વિકાસ ચૌધરી એક્સરસાઇઝ કરવા ગાડીમાંથી ઉતરીને પાણીની બોટલ લેવા જતાં હતા ત્યારે સવારે 9.05 કલાકની આસપાસ હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું. તેમના પર 10થી 12 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ફરીદાબાદઃ હરિયાણાના ફરીદાબાદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની કેટલાક અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી હતી. હત્યાની ઘટના સેક્ટર-9 સ્થિત પીએચસી જિમની બહાર બની હતી. વિકાસ ચૌધરી દરરોજ અહીંયા એક્સરસાઇઝ કરવા આવે છે.
દરરોજની જેમ તેઓ અહીંયા એક્સરસાઇઝ કરવા ગાડીમાંથી ઉતરીને પાણીની બોટલ લેવા જતાં હતા ત્યારે સવારે 9.05 કલાકની આસપાસ હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું. તેમના પર 10થી 12 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બે હુમલાખોરો પૈકીના એકે આગળથી અને બીજાએ બીજી તરફથી ગોળીબાર કર્યો હતો. જેમાં વિકાસની ગરદન, છાતી પર ગોળીઓ વાગી હતી.
ઘટના બાદ તાત્કાલિક વિકાસને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પોલીસે સીસીટીવી ચેક કરીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. હુમલાખોરો સફેદ કલરની એસએક્સ-4 ગાડીમાં આવ્યા હતા.
વિકાસ ચૌધરીની હત્યા બાદ હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ અશોક તંવરે કહ્યું કે અહીંયા જંગલ રાજ છે. કોઈને કાનૂનનો ડર નથી. ગઈકાલે પણ આવી ઘટના બની હતી, જ્યાં છેડછાડનો વિરોધ કરનારી મહિલાને ચપ્પુ મારી ઘાયલ કરી દેવામાં આવી હતી. વિકાસ ચૌધરીની હત્યાની તપાસ થવી જોઈએ.
વિકાસ ચૌધરી હરિયાણા કોંગ્રેસના પ્રવક્તા હતા. તેમને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડો. અશોક તંવરના જૂથના માનવામાં આવતા હતા. આ વખતે તેઓ ફરીદાબાદ સીટ પરથી ચૂંટણી લડે તેવી શક્યતા હતા.
ગુજરાતમાં કઈ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ ? કોને એલર્ટ રહેવાનો આપવામાં આવ્યો આદેશ, જાણો વિગત
G 20માં મોદી સાથે મુલાકાત પહેલા ટ્રમ્પે કર્યું ટ્વિટ, કહ્યું- ભારત અમેરિકન વસ્તુઓ પરથી હટાવે ટેક્સ ચંદીગઢમાં યુવતીએ ભર બજારે યુવકને સળિયાથી ફટકાર્યો, લોકો બનાવતાં રહ્યા વીડિયો નર્સોએ હૉસ્પીટલમાં બનાવ્યો મસ્તીભર્યો ટિકટૉક વીડિયો તો ઓફિસરે ફટકારી નૉટિસ, જુઓ વીડિયોવધુ વાંચો
Advertisement





















