શોધખોળ કરો
Advertisement
આર્થિક મંદીને લઈ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- જનાદેશનો થઈ રહ્યો છે દુરુપયોગ
સોનિયા ગાંધીએ આર્થિક સ્થિતિ પર ધ્યાન આપવાના બદલે બદલાની રાજનીતિ કરવાનો સરકાર પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, આર્થિક સ્થિતિ ગંભીર છે,સતત લથડી રહી છે. આર્થિક નુકસાનથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે સરકાર માત્ર બદલાની રાજનીતિમાં વ્યસ્ત છે.
નવી દિલ્હી: કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશની આર્થિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. સોનિયા ગાંધીએ કહ્યું કે સરકાર આર્થિક સ્થિતિથી દેશનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે. બીજીવાર પાર્ટીની કમાન સંભાળ્યા બાદ આજે કૉંગ્રેસની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી સહિત તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા.
સોનિયા ગાંધીએ આર્થિક સ્થિતિ પર ધ્યાન આપવાના બદલે બદલાની રાજનીતિ કરવાનો સરકાર પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, આર્થિક સ્થિતિ ગંભીર છે,સતત લથડી રહી છે. આર્થિક નુકસાનથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે સરકાર માત્ર બદલાની રાજનીતિમાં વ્યસ્ત છે. સોનિયા ગાંધીએ કહ્યું કે લોકતંત્ર ખતરામાં છે. ખૂબજ ખતરનાક રીતે જનાદેશનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે, કૉંગ્રેસે આક્રમક વલણ આપનાવવું પડશે. માત્ર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાથી કામ નહીં ચાલે આપણને વધુ બહેતર બનવું પડશે. લોકોની વચ્ચે જવું પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement