શોધખોળ કરો

Bajaj Platina કે Honda Shine,કઈ બાઇક છે બેસ્ટ? જાણો કિંમતથી લઈને માઈલેજ સુધીની માહિતી

Bajaj Platina vs Honda Shine: ભારતીય બજારમાં ઘણી એવી બાઇક્સ છે, જે ઓછી કિંમતે સારી માઇલેજ આપે છે. અહીં અમે બજાજ પ્લેટિના અને હોન્ડા શાઈન વિશે જણાવી રહ્યા છીએ.

Bajaj Platina vs Honda Shine: જ્યારે પણ લોકો બાઇક ખરીદવા જાય છે, ત્યારે તેમની પ્રથમ ચિંતા એવી બાઇક મેળવવાની હોય છે જે પોસાય તેવા ભાવે સારી માઇલેજ આપે. ભારતીય બજારમાં આવી ઘણી બાઇક ઉપલબ્ધ છે જે સારી માઇલેજ માટે જાણીતી છે. આ બાઇક્સમાં બે લોકપ્રિય બાઇક બજાજ પ્લેટિના અને હોન્ડા શાઇનના નામ પણ સામેલ છે. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે બજાજ પ્લેટિના અને હોન્ડા શાઈન વચ્ચે કઈ બાઇક વધુ માઈલેજ આપે છે.

બજાજ પ્લેટિના 100 (Bajaj Platina)
કંપનીએ બજાજ પ્લેટિના 100માં 102 સીસી એન્જિન આપ્યું છે. આ એન્જિન મહત્તમ 7.9 PS પાવર સાથે 8.3 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેમજ આ બાઇકનું વજન લગભગ 117 કિલો છે. આ બાઇકમાં ડ્રમ બ્રેક્સ આપવામાં આવી છે.

તેની સાથે તેમાં 11 લીટરની ફ્યુઅલ ટેન્ક પણ છે. આ બાઇકમાં DRL, સ્પીડોમીટર, ફ્યુઅલ ગેજ, ટેકોમીટર, એન્ટિ-સ્કિડ બ્રેકિંગ સિસ્ટમ અને 200 mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ જોવા મળે છે.

હોન્ડા શાઈન(Honda Shine)
હોન્ડા શાઈન(Honda Shine) બાઇક વિશે વાત કરીએ તો, આ પાવરફુલ બાઇક 123.94 cc, 4-સ્ટ્રોક, SI, BS-VI એન્જિનથી સજ્જ છે. આ એન્જિન 7,500 rpm પર 7.9 kW ની શક્તિ પ્રદાન કરે છે અને 6,000 rpm પર 11 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 5-સ્પીડ ટ્રાન્સમિશન પણ જોડાયેલું છે. આ બાઇક પાંચ કલર ઓપ્શન સાથે માર્કેટમાં ઉપલબ્ધ છે.

હીરો શાઈનના હેડલેમ્પમાં હેલોજન બલ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાઇકમાં સીટની લંબાઈ 651 mm છે. આ Honda બાઇકનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 162 mm છે. દિલ્હીમાં Honda Shineની એક્સ-શોરૂમ કિંમત 81,251 રૂપિયાથી શરૂ થાય છે. અન્ય શહેરોમાં આ બાઇકની કિંમતમાં થોડો તફાવત જોવા મળી શકે છે.

બજાજ પ્લેટિના (Bajaj Platina) અને હોન્ડા શાઈન (Honda Shine) વચ્ચે કયું છે બેસ્ટ?
બજાજ પ્લેટિના 100ની ગણતરી સૌથી વધુ માઈલેજ આપતી બાઈકમાં થાય છે. કંપનીનો દાવો છે કે Bajaj Platina 100 ની માઈલેજ 72 કિલોમીટર પ્રતિ લીટર છે. Honda Shine 55 kmplની માઈલેજ આપે છે. આ બાઇકની ફ્યુઅલ ટાંકીની ક્ષમતા 10.5 લીટર છે. આ બાઇક એક જ વારમાં ટાંકી ભરીને 550 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે.

આ પણ વાંચો...

Launching Soon: આ દિવસે શાનદાર ફિચર્સ સાથે લોન્ચ થશે Hyundai Creta EV, જાણો કિંમત અને ફિચર્સ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
માત્ર 30 રૂપિયામાં 142 km દોડશે આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર જેવા છે શાનદાર ફીચર્સ
માત્ર 30 રૂપિયામાં 142 km દોડશે આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર જેવા છે શાનદાર ફીચર્સ
₹16,000 ના EMI પર ખરીદો Hyundai Creta, જાણો ડાઉન પેમેન્ટ અને લોનની પૂરી ગણતરી
₹16,000 ના EMI પર ખરીદો Hyundai Creta, જાણો ડાઉન પેમેન્ટ અને લોનની પૂરી ગણતરી

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget