શોધખોળ કરો
Advertisement
મુંબઈમાં વધ્યો કોરોનાનો ખતરો, બીએમસીએ જાહેર કરી નવી ગાઇડલાઇન, શું છે નવા નિયમો જાણો
મહારાષ્ટ્રમાં ફરી કોરોના વકર્યો છે. 75 દિવસ બાદ પહેલી વખત મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 736 નવા કેસ નોંધાયા છે. બીએમસીએ કેસ વધતા નવી ગાઇલાઇન પણ જાહેર કરી છે.
મહારાષ્ટ્રમાં ફરી કોરોના વકર્યો છે. 75 દિવસ બાદ પહેલી વખત મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 736 નવા કેસ નોંધાયા છે. બીએમસીએ કેસ વધતા નવી ગાઇલાઇન પણ જાહેર કરી છે.
ડિસેમ્બર બાદ કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળતાં લોકોને રાહતનો શ્વાસ લીધો હતો. જો કે મહારાષ્ટ્રથી ચિંતાજનક કોરોના આંકડા સામે આવ્યાં છે. ડિસેમ્બર બાદ અહીં પહેલી વખત કોરોના વધુ કેસ નોધાયા છે. 75 દિવસ પછી મહારાષ્ટ્રમાં 5૦૦૦થી વધુ કોરોનાના નવા કેસો સામે આવતા આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે. મહારાષ્ટ્રના સાત જિલ્લાઓમાં ફરીથી લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ સાત જિલ્લાઓમાં અમરાવતી, નાગપુર, બુલઢાણા, યવતમાળ, અકોલા, પરભણી અને જાલનાનો સમાવેશ થાય છે.
માત્ર મુંબઇની વાત કરીએ તો મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 736 નવા કેસ નોંધાયા છે. બીએમસીએ કેસ વધતા નવી ગાઇલાઇન પણ જાહેર કરી છે.
BMCએ જાહેર કરી નવી ગાઇડલાઇન
- 5થી વધુ કેસવાળા એપાર્ટમેન્ટને સીલ કરવામાં આવશે.
- જે લોકો હોમ ક્વોરોન્ટાઇનના નિયમો તોડશે તેના પર કેસ થશે.
- હોમ ક્વોરોન્ટાઇન વ્યક્તિના હાથ પર સ્ટેમ્પ લગાવવામાં આવશે.
- લગ્ન અને અન્ય સાર્વજનિક સમારોહમાં માત્ર 50 લોક એકઠા થવાની મંજૂરી
- લોકલમાં માસ્ક વિના પ્રવાસ કરતા લોકો પર નજર રાખવા માટે 300 માર્શલની નિમણુક કરાઇ છે.
- નિયમ તોડનાર ક્લબ, મેરેજ હોલ, રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી થશે.
- બ્રાજીલથી આવતા પ્રવાસીઓને ફરજીયાત ક્વોરોન્ટાઇન કરાશે.
- જે વિસ્તારમાં વધુ કેસ છે ત્યાં ટેસ્ટિગની પ્રક્રિયા વધારવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement