Corona : કોરોનાનો વધ્યો કેર,એક્ટિવ કેસનો આંકડો 3 હજારને પાર, 24 કલાકમાં 4નાં મોત
Corona Update in India: : ભારતમાં ફરી એકવાર કોવિડ 19 ના કેસ વધી રહ્યા છે. શનિવાર, 31 મે 2025 સુધીમાં, દેશમાં 3,000 થી વધુ એક્ટિવ કેસ કેસ છે અને 4 લોકો મૃત્યુ પામ્યા છે.

Corona Update in India: દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ (COVID 19) ના કેસ વધવા લાગ્યા છે. શનિવાર સુધીમાં, ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3,395 થઈ ગઈ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં કારણે ચાર લોકોના મોત થયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા પરથી આ માહિતી સામે આવી છે.
આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં સૌથી વધુ સક્રિય કેસ કેરળ (1,336), મહારાષ્ટ્ર અને દિલ્હીમાં નોંધાયા છે. આ ઉપરાંત, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ પણ સક્રિય કેસોની યાદીમાં સામેલ છે.
દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 3,395 થઈ ગઈ છે. સૌથી વધુ કેસ કેરળ (1,336), ત્યારબાદ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં છે.
દેશમાં આઠ રાજ્યો એવા છે જ્યાં કોરોનાના 100 થી વધુ સક્રિય કેસ છે. આમાં કેરળ (1,336), મહારાષ્ટ્ર (467) અને દિલ્હી (375), ગુજરાત (265), કર્ણાટક (234), પશ્ચિમ બંગાળ (205), તમિલનાડુ (185) અને ઉત્તર પ્રદેશ (117) ઉપરાંતનો સમાવેશ થાય છે.
છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે. આ મૃત્યુ દિલ્હી, કેરળ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં થયા છે. આ સમય દરમિયાન, 1,435 લોકો સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા છે.
મોટાભાગના દર્દીઓની સ્થિતિ ગંભીર નથી અને લોકો ઘરે સારવાર લઈ રહ્યા છે. સરકાર કહે છે કે, ચિંતા કરવાની જરૂર નથી, પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં 467 સક્રિય કેસ છે. શનિવારે, અહીં 68 નવા કેસ મળી આવ્યા હતા, જેમાંથી 30 મુંબઈના અને 15 પુણેના છે. કલ્યાણ ડોમ્બિવલી અને રાયગઢમાં પણ કેટલાક કેસ નોંધાયા છે.
કર્ણાટક સરકારે લોકોને સાવધ રહેવા કહ્યું છે. જૂનમાં શાળાઓ ખુલવા જઈ રહી હોવાથી બાળકોની સલામતી અંગે આરોગ્ય વિભાગે શાળાઓને જરૂરી સૂચનાઓ પણ આપી છે.
દિલ્હીમાં એક મહિલાનું મૃત્યુ થયું છે. 60 વર્ષીય મહિલાનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ આંતરડાની સમસ્યાઓને કારણે થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સારવાર દરમિયાન કોવિડ 19 સંયોગથી મળી આવ્યો હતો.
બેંગલુરુમાં એક 63 વર્ષીય પુરુષનું મૃત્યુ થયું છે. આ વ્યક્તિ કોવિડ પોઝિટિવ હતો અને પહેલાથી જ કેન્સર અને ટીબી જેવા અનેક રોગોથી પીડાતો હતો. તેને કીમોથેરાપી પણ આપવામાં આવી રહી હતી. આ સાથે, કર્ણાટકમાં કોવિડથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 4 થઈ ગઈ છે.
કર્ણાટકમાં આરોગ્ય વિભાગનું કહેવું છે કે રાજ્યમાં પરીક્ષણ અને સારવાર માટે સંપૂર્ણ સુવિધા છે, તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી. કર્ણાટક સરકારે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. વિભાગે કહ્યું છે કે લોકોએ ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા જોઈએ, સામાજિક અંતર જાળવું જરૂરી. સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ જેથી ચેપ ન ફેલાય.





















