Corona Update: મુંબઈ-દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો, જાણો કેટલા કેસ નોંધાયા
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે જે આંકડા સામે આવ્યા છે તે જોયા પછી તમને ખ્યાલ આવશે કે દેશના બે મોટા મેટ્રો શહેરોમાં કોરોનાની શું સ્થિતિ છે.
Corona Pandemic: દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે જે આંકડા સામે આવ્યા છે તે જોયા પછી તમને ખ્યાલ આવશે કે દેશના બે મોટા મેટ્રો શહેરોમાં કોરોનાની શું સ્થિતિ છે. મહાનગરોમાં કોરોનાની સ્થિતિ સારી નથી. અહીં કેસોમાં વધારો જોવા મળી રહી છે. મુંબઈમાં જ્યાં આજે કુલ 1,781 કોરોના દર્દીઓ સંક્રમિત જોવા મળ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે, દિલ્હીમાં 1383 કેસ નોંધાયા છે, જ્યારે અહીં પણ એક દર્દીનું મૃત્યુ થયું છે.
મુંબઈમાં ચેપગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં મુંબઈમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓનો રિકવરી રેટ 97 ટકા છે. તો જો 20 જૂનની વાત કરીએ તો દિલ્હીમાં કોરોનાનો ચેપ દર 10.09 ટકા હતો.
મુંબઈમાં 1781 કેસ, એક દર્દીનું મોત
આજે મુંબઈમાં 1,781 કેસ સંક્રમિત જોવા મળ્યા હતા. આ કુલ દર્દીઓમાંથી 95 ટકા એટલે કે 1,695 દર્દીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી. કુલ 87 કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈ શહેરમાં હાલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે કુલ 24,751 બેડ ઉપલબ્ધ છે. હાલમાં 24,751માંથી કુલ 626 પથારીનો સારવાર માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મુંબઈમાં આજે કુલ 1 કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું છે. BMC દ્વારા આજે કુલ 10,546 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. હાલમાં મુંબઈમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓનો રિકવરી રેટ 97 ટકા છે.
દિલ્હીમાં 1383 નવા કેસ, 1 દર્દીનું મૃત્યુ
21 જૂને દિલ્હીમાં કોરોનાના 1383 નવા કેસ નોંધાયા હતા. કોરોનાથી 1 દર્દીનું મોત થયું છે અને કોરોના સંક્રમણનો દર પહેલાથી જ ઘટીને 7.22% પર આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 19,165 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા અને 1162 દર્દીઓ સાજા થયા. હાલમાં, દિલ્હીમાં કોરોનાના કુલ 5595 સક્રિય દર્દીઓ છે અને કેન્ટોનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 272 થઈ ગઈ છે.
ગુજરાતમાં કોરોના કેસ
ગુજરાતમાં ઘણા સમયથી કોરોનાના નવા કેસનો આંક 200ને પાર નોંધાઈ રહ્યો છે. ગઈકાલે કોરોનાના નવા 217 કેસ નોંધાયા હતા ત્યારે રાજ્યમાં આજે કોરોનાના નવા 226 કેસ નોંધાયા છે. બીજી તરફ 163 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે આજે કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું. આજે સૌથી વધુ 106 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટ્યો છે અને 98.98 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ કોરોનાની રસીના 55,584 ડોઝ અપાયા હતા.
કયા જિલ્લામાં કેટલા કેસ?
જિલ્લા પ્રમાણે નોંધાયેલા કોરોના વાયરસના કેસો જોઈએ તો આજે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 106 કેસ, વડોદરા શહેરમાં 22 કેસ, સુરત શહેરમાં 37 કેસ, રાજકોટ શહેરમાં 5 કેસ, ગાંધીનગર શહેરમાં 7 કેસ, જામનગર અને ભાવનગર શહેરમાં 4-4 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના કેસ જોઈએ તો વડોદરામાં 6, કચ્છ, મહેસાણા, વલસાડમાં 5-5 કેસ, નવસારીમાં 4, ગાંધીનગરમાં 3, પાટણમાં 3, અમદાવાદ, ભરુચ, રાજકોટમાં 2-2, અમરેલી, આણંદ, ખેડા અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે.