શોધખોળ કરો

Coronavirus Cases: દેશમાં રસીકરણનો આંક 50 કરોડને પાર, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

India Coronavirus Cases: શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 38,628 નવા કેસ નોંધાયા હતા અને 40,017 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

Coronavirus Cases Today: ભારતમાં કોરોનાની બીજી લહેરનું સંકટ હજુ પણ યથાવત છે.   શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 38,628 નવા કેસ નોંધાયા હતા અને 40,017 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 617 લોકોના મોત થયા હતા.  

દેશમાં કોરોનાની સ્થિતિ

  • કુલ કેસઃ 3,18,95,385
  • કુલ રિકવરીઃ 3,10,55,861
  • એક્ટિવ કેસઃ 4,12,513
  • કુલ મોતઃ 4,27,317

કેટલા ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 50 કરોડ 10 લાખ 9 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.  જેમાંથી ગઈકાલે જ 49,55,138 લોકોને રસીના ડોઝ અપાયા હતા.

આ વિસ્તારોમાં લગાવો કડક પ્રતિબંધ

દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે કહ્યું છે કે જે જિલ્લાઓમાં સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે ત્યાં કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે 10 રાજ્યોમાં કોરોના સંક્રમણ દરમાં વધારો જોવા મળી રહ્યો છે અને અહીં નિયમોનું પાલન કરવાની સખત જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે 46 જિલ્લાઓમાં 10 ટકાથી વધારે સંક્રમણ  છે. જ્યારે અન્ય 53 જિલ્લાઓમાં તે પાંચથી 10 ટકાની વચ્ચે છે, તેથી રાજ્યોએ ફરી એકવાર કોરોના ટેસ્ટિંગને ઝડપી બનાવવાની જરૂર છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોઈ પણ પ્રકારની ઢીલાશ આ જિલ્લાઓમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરશે.આરોગ્ય મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું છે કે છેલ્લા કેટલાક સપ્તાહમાં 10 ટકાથી વધુના સંક્રમણ દરની રિપોર્ટ કરનારા તમામ જિલ્લાઓમાં, લોકોની અવરજવરને રોકવા / ઘટાડવા, ભીડ અને લોકોને મળતા અટકાવવા માટે કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે. 

કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે લોકો કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તો દેશભરમાં ત્રીજી લહેર આવવાની આશંકા છે. નિષ્ણાતોએ પણ અગાઉ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. સ્વાસ્થ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ જેવા કોરોનાના વેરિયંટ ઝડપથી ચેપ ફેલાવી રહ્યા છે.  વધુમાં લોકડાઉન દૂર થતાં તેમજ નિયંત્રણો હળવા થવાની સાથે લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું બંધ કરી દીધું હોવાથી પણ કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ચિંતાજનક છે.

ટોપ સ્ટોરી

US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

વિડિઓઝ

Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget