Corona : કોરોના સાથે H3N2એ ઉચક્યું માથું, અચાનક કેમ વધવા લાગ્યા તાવ-શરદીના કેસ?
દેશમાં એક તરફ કોરોના તો બીજી બાજુ H3N2 વધાર્યું દેશવાસીઓનું ટેંશન
Corona Virus and H3N2 : કોરોના વાયરસે ફરી એકવાર ડરાવવાનું શરૂ કર્યું છે. જ્યારથી આ વાયરસે દેખા દિધી છે ત્યારથી દર વર્ષે આ વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. લગભગ દર વર્ષે જોવા મળે છે કે, અચાનક જ કોરોનાના કેસ વધવા લાગે છે. કંઈક આવું જ ફરી એકવાર જોવા મળી રહ્યું છે. પરંતુ હવે સૌકોઈ કોરોના સાથે જીવતા પન શીખી ગયા છે. પરંતુ જેમ જેમ કેસ ઓછા થવા લાગે છે તેમ તેમ કોરોનાના ડરની સાથે સાથે ચિંતા પણ ઓછી થતી જાય છે અને સાથે જ આ બાબતે લોકો બેદરકાર બનવા લાગે છે.
એક સમય હતો જ્યારે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા હતા અને માસ્ક પહેરતા હતા. પરંતુ હવે લોકો ધીમે ધીમે આ બધું ભૂલી રહ્યા છે અને તેના કારણે હવે જોવા મળી રહ્યું છે કે એક તરફ કોરોના છે તો બીજી તરફ h3n2 વાયરસના કેસ પણ સામે આવી રહ્યા છે. આ કેસ ઝડપથી વધી રહ્યા છે અને બંનેના લક્ષણો એકસરખા છે.
કેમ અચાનક વધવા લાગ્યા કેસ? શું કહે છે આ રિપોર્ટ?
INSACOG રિપોર્ટ અનુસાર, 76 સેમ્પલના જીનોમ સિક્વન્સિંગમાં જાણવા મળ્યું છે કે, કોવિડનું નવું વેરિઅન્ટ XBB1.16 કારણ છે અને તેના કારણે કેસ વધવા લાગ્યા છે.
આ નવો પ્રકાર કેટલો ઘાતક છે?
XBB1.16 કોવિડનું નવું સ્વરૂપ છે, તેના કારણે છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાના નવા કેસોમાં વધારા પાછળ તેના પેટા વેરિઅન્ટ XBB.1.16 અને XBB.1.15 હોવાની શક્યતા અગાઉ પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી. તમને જણાવી દઈએ કે XBB.1.16 વેરિઅન્ટ કારણ 76 કેસોના જીનોમ સિક્વન્સિંગમાં જણાવવામાં આવી રહ્યું છે.
આ પ્રકાર ક્યારે મળ્યો?
XBB 1.16 વેરિઅન્ટ પ્રથમ જાન્યુઆરીમાં શોધી કાઢવામાં આવ્યું હતું જ્યારે બે સેમ્પલનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ફેબ્રુઆરીમાં કુલ 59 સેમ્પલ અને માર્ચમાં 15 કેસ જોવા મળ્યા હતા. જ્યારે બ્રુનેઈ, યુએસ અને સિંગાપોરમાં પણ આ વેરિઅન્ટના કેસ નોંધાયા છે. INSACOG ડેટા અનુસાર, COVID-19 ના XBB.1.16 પ્રકારના કુલ 76 કેસ મળી આવ્યા છે.
ક્યાં ક્યાં સામે આવી રહી છે આવી ઘટનાઓ?
કર્ણાટક (30), મહારાષ્ટ્ર (29), પુડુચેરી (7), દિલ્હી (5), તેલંગાણા (2), ગુજરાત (1), હિમાચલ પ્રદેશ (1) અને ઓડિશા (1).