શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 6 લાખને પાર, 44 દિવસમાં સામે આવ્યા 5 લાખ કેસ
ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ગુરૂવારે કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 6 લાખને પાર થયો છે. માત્ર 154 દિવસમાં જ સંક્રમણનો આંકડો છ લાખને પાર પહોંચી ગયો છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ગુરૂવારે કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 6 લાખને પાર થયો છે. માત્ર 154 દિવસમાં જ સંક્રમણનો આંકડો છ લાખને પાર પહોંચી ગયો છે, જ્યારે એક લાખ કેસ થવામાં 110 દિવસ થયા છે. એટલે કે માત્ર 44 દિવસમાં 5 લાખ કેસ સામે આવ્યા છે.
110 દિવસમાં એક લાખ કેસ
પ્રથમ કેસ ભારતમાં 30 જાન્યુઆરીના નોંધાયો હતો અને ત્યારબાદ 110 દિવસ બાદ 19 મેના રોજ એક લાખ કેસ થયા હતા. 19મેના ભારતમાં 1,01,139 સંક્રમિત દર્દીઓ હતા.
125 દિવસમાં બે લાખથી વધુ કેસ
ત્યારબાદ આગામી 15 દિવસમાં કોરોના સંક્રમણના કેસ બે લાખથી વધુ થયા છે. 3 જૂનના ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,07,615 થઈ ગઈ.
135 દિવસમાં ત્રણ લાખથી વધુ કેસ
આગામી 10 દિવસમાં ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ત્રણ લાખને પાર થઈ ગઈ. 13 જૂને ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓ 3,08,993 થઈ ગઈ.
143 દિવસમાં ચાર લાખ કરતા વધુ કેસ
ત્યારબાદ નવા એક લાખ કેસ માત્ર આઠ દિવસમાં આવ્યા છે. 21 જૂને ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4,10,461 થઈ ગઈ.
149 દિવસમાં પાંચ લાખથી વધુ કેસ થયા
જ્યારે આગામી છ દિવસમાં એક લાખ કેસ વધુ નોંધાયા. 27 જૂને ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો પાંચ લાખ પાર થયો હતો. 27 જૂને ભારતમાં કુલ 508953 કોરોના સંક્રમિત દર્દીઓ હતા.
154 દિવસમાં છ લાખથી વધુ કેસ
પછી આગામી પાંચ દિવસમાં જ છ લાખ કેસ થયા. 2 જૂલાઈએ ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 6,04,641 થઈ ગઈ છે.
એટલે કે 19 મેના એક લાખ કેસ થયા હતા અને ત્યારબાદ કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે અને માત્ર 44 દિવસમાં પાંચ લાખથી વધુ કેસ સામે આવ્યા. 2 જૂલાઈ સુધી ભારતમાં છ લાખથી વધુ કેસ થઈ ગયા. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.
ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 6,04,641 થઈ ગઈ છે જ્યારે 17834 દર્દીઓના કોવિડ-19થી મોત થયા છે. હાલ 2,26,947 એક્ટિવ કેસ છે એટલે કે જેની સારવાર ચાલી રહી છે. આ સંક્રમણથી અત્યાર સુધીમાં 3,59,859 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલના સમયમાં ભારતમાં રિકવરી રેટ એટલે કે સ્વસ્થ થવાનો દર 59.51 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement