(Source: ECI/ABP News/ABP Majha)
દેશના ક્યાં રાજ્યોમાં લોકડાઉન વધારવામાં આવ્યું, તો ક્યાં વિસ્તારમાં પ્રતિબંધોમાં ઢીલ અપાઇ, દિલ્લીમાં શું અપાઇ છૂટછાટ, જાણો
રાજધાની દિલ્લી સહિત દેશના અનેક રાજ્યોમાં આજથી કોરોના લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં ઢીલ ન આપવાનો નિર્ણય કરવામં આવ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં ક્રમબદ્ધ રીતે લોકડાઉન હટાવવાની દિશામાં નિર્ણય લેવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર, ગોવા, ઓડિશા, સહિત કેટલાક રાજ્યોમાં લોકડાઉન વધારવાનો નિર્ણય લેવાયો છે. તો દિલ્લી, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં આજથી લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી છે.
નવી દિલ્લી: રાજધાની દિલ્લી સહિત દેશના અનેક રાજ્યોમાં આજથી કોરોના લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં ઢીલ ન આપવાનો નિર્ણય કરવામં આવ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં ક્રમબદ્ધ રીતે લોકડાઉન હટાવવાની દિશામાં નિર્ણય લેવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર, ગોવા, ઓડિશા, સહિત કેટલાક રાજ્યોમાં લોકડાઉન વધારવાનો નિર્ણય લેવાયો છે. તો દિલ્લી, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં આજથી લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી છે.
દેશમાં કોરોનાની બીજી લહેરની અસર ધીમે ધીમે ઓછી થઇ રહી છે. તેની પાછળ કારણ રાજ્યો ક્રમબદ્ધ રીતે લગાવાયેલું લોકડાઉન માનવામાં આવી રહ્યો છે. હવે જ્યારે કોરોના નવા કેસ અને ડેથ રેટ ઓછો થઇ રહયો છે તો કેટલાકી રાજ્ય સરકારે કોરોના લોકડાઉનમાં ધીરે ધીરે ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે. તો કેટલાક રાજ્યો હજું પણ ઢીલ આપવાના મૂડમાં છે.
આ રાજ્યોમાં લગભગ એક સપ્તાહમાં લોકડાઉન વધારી દીધું છે. જેમાં ઓડિશા. હરિયાણા, મહારાષ્ટ્ર અને તેલંગાનામાં પણ લોકડાઉન વધારી દીધું છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાં કર્ફૂયૂની કેટલીક શરતોમાં ફેરાફાર કરવામાં નિર્ણય કરવામાં આવ્યો છે.
હરિયાણા, ઓડિશા અને તેલંગાણા લોકડાઉન વધારાયું
હરિયાણા, ઓડિશા અને તેલંગાણામાં લોકડાઉન વધારી દેવાયું છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ લોકડાઉન વધારી દેવાયું છે. જેમાં કોવિડ-19ના કારણે લોકડાઉન વધારી દીધું છે. તો
જમ્મુ કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં જ્યાં ઓછો કેસ છે એવા વિસ્તારમાં પ્રતિબંધ હટાવી દેવાય છે. તો રાત્રિ કર્ફૂય અને સ્તાહાંત લોકડાઉન લાગૂ રહેશે.
કેરળ, તમિલાડુ મહારાષ્ટ્ર અને ગોવા સહિત અનેક રાજ્યો જૂનમાં એક સપ્તાહથી 15 દિવસ સુધી લોકડાઉન અથવા પ્રતિબંધ વધારી દેવાયો છે. જ્યારે દિલ્લી મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશ જેવા કેટલાક પ્રદેશમાં નવા કેસમાં અને સંક્રમણમાં ઘટાડો થતાં પ્રતિબંધમાં છૂટ અપાઇ છે. દુકાનોને ખુલ્લી રાખવાનો સમય વધારી દેવાયો છે. તો કેટલાક વિસ્તારમા મોલને ખોલવાની મંજૂરી બનાવી દેવાઇ છે. જો કે હજું પણ શૈક્ષણિક સંસ્થા ખોલવાનો નિર્ણય નથી લેવાયો.
દિલ્લીમાં આજથી અનલોક શરૂ, મેટ્રો સેવા રહેશે બંધ
દિલ્લીમાં આજે એટલે કે સોમવારથી અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અનલોકની પ્રક્રિયાના પહેલા સપ્તાહમાં ફેક્ટ્રી અને બાંધકામની મંજૂરી અપાઇ છે. જો કે દિલ્લીમાં હજું પણ મેટ્રો સેવા બંધ રહેશે. બિન જરૂરી સેવા માટે દિલ્લીમાં હજું પણ કર્ફ્યૂ 7જૂન સવારે પાંચ વાગ્યા સુધી ચાલું રહેશે. ફેક્ટરી અને બાંધકામના કામ માટે ઇ પાસ લેવો જરૂરી બનશે.