(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાનો નવો C 1.2 વેરિયન્ટ ભારત માટે કેટલો ચિંતાજનક, WHOઆ વેરિયન્ટ પર શું કહ્યું?
દક્ષિણ આફ્રિકામાં મળેલ કોરોનાનો નવો વેરિયન્ટ C 1.2 વધુ સંક્રામક હોઇ શકે છે. આ વેરિયન્ટ પર થયેલા અધ્યયન બાદ વૈજ્ઞાનિકોએ આ પ્રકારનો દાવો કર્યો છે.
Corona new variant: દક્ષિણ આફ્રિકામાં મળેલ કોરોનાનો નવો વેરિયન્ટ C 1.2 વધુ સંક્રામક હોઇ શકે છે. આ વેરિયન્ટ પર થયેલા અધ્યયન બાદ વૈજ્ઞાનિકોએ આ પ્રકારનો દાવો કર્યો છે. રિસર્ચ મુજબ કોરોનાનો નવો વેરિયન્ટ C 1.2 સુરક્ષા ચક્રને પણ માત આપી શકે છે એટલે કે કોવિડની વેક્સિન પણ તેની સામે બેઅસર થઇ શકે છે.
થોડા દિવસ પહેલા સાઉથ આફ્રિકાના રિસર્ચર્સએ કોવિડના નવા વાયરસ વિશે એક ચેતાવણી આપી હતી,. જો કે હજું આ વાયરલને ગ્રીક અલ્ફાબેટસના આધારે કોઇ નામ નથી આપવામાં આવ્યું. જો કે જેનિટિકલી આ બીટા પરિવારનો જ હિસ્સો લાગે છે. મેમાં લીધેલા કેટલાક સેમ્પલમાં સી-1.2 મળ્યું હતું. જો કે જુલાઇમાં સાઉથ આફ્રિકામાં જેટલા કેસ સામે આવ્યાં. જેમાં લગભગ 2 ટકા કેસ આ વેરિયન્ટના હતા. આ સ્ટ્રેનને લઇને એકસ્પર્ટ શું કહે છે, ભારત માટે કેમ છે, ચિંતાજનક, જાણો
આ પણ વાંચો:રેલવેનો નિર્ણય, 10 દિવસ બાદ શરૂ થશે 100થી વધુ સ્પેશિયલ ટ્રેન, જાણો ક્યાં રૂટ માટે દોડશે
WHOએ નવા કોરોના વેરિયન્ટ વિશે શું કહ્યું?
કોવિડ-19 પર WHOના ટેકનિકલ લીડ જો મારિયા વાન કેરખોવે કહ્યું કે, હાલ હજુ કોરોનાનો નવો વેરિયન્ટ C 1.2ના કેસમાં વધારો નથી જોવા મળી રહ્યો. આ વેરિયન્ટ વિશે કંઇ પણ કહેવા માટે હજુ અધ્યન અધુરુ છે. સાઉથ આફ્રિકાના રિસર્ચર પેપરની એક લેખિકા ડોક્ટર તૂલિયો ડી ઓલિવિએરાએ સ્પષ્ટ કર્યું કે, કોરોનાનો નવો વેરિયન્ટ C 1.2ના રિસર્ચનું તારણ ડર ફેલાવવા માટે નથી. જો કે વિજ્ઞાન દ્વારા તેનો જવાબ આપવા માટે રજૂ કરાય છે.
એક સપ્તાહ પહેલા WHOની ચીફ સાયન્ટિસ્ટ ડોક્ટર સૌમ્યાનાથને કહ્યું હતું. કોવિડ-19ના સંબંધમાં ભારત કોઇ પણ રીતે એન્ડેમિક સ્ટેજમાં છે. તેનો અર્થ એવો છે કે, મોટી વેવને બદલે સમયાંન્તરે 100થી 1000 કેસ સમગ્ર વર્ષ દરમિયાન આવી શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ડેલ્ટા વેરિયન્ટના કારણે હર્ડ ઇમ્યુનિટિ ડેવલપ થઇ ગઇ છે, જેના કારણે આપણે અન્ડેમિક સ્ટેજમાં આવી ગયા છીએ, પરંતુ ત્રણ મહિનાની અંદર સાઉથ આફ્રિકા સહિત કુલ આઠ દેશોમાં મળેલ કોરોનાનો નવો વેરિયન્ટ C 1.2ને લઇને બેદરકાર રહેવું પણ યોગ્ય નથી.