શોધખોળ કરો
Advertisement
Corona Update: દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં 21,000 નવા કેસ આવ્યા, અત્યાર સુધીમાં કુલ 18213ના મોત
દેશમાં 2 જુલાઈ સુધી 92,97,749 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી 2,41,576 ટેસ્ટ ગઈકાલે કરવામાં આવ્યા.
નવી દિલ્હીઃ અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં કોરોના વાયરસના કેસની સખઅયા વિશ્વમાં સૌથી ઝડપથી વધી રહી છે. ભારતમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા સવા છ લાખને પાર કરી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કુલ 6,25,544 લોકોને કોરોનાને ચેપ લાગ્યો છે. તેમાંથી 18213 લોકોના મોત થયા છે, જ્યરે 3,79,000 જેટલા લોકો સારવાર લઈને ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 20,903 નવા કેસ સામે આવ્યા અને 379 લોકોના મોત થયા છે.
દેશમાં 2 જુલાઈ સુધી 92,97,749 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી 2,41,576 ટેસ્ટ ગઈકાલે કરવામાં આવ્યા.
વિશ્વમાં ચોથો સૌથી પ્રભાવિત દેશ
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ચોથો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ, રશિયા બાદ કોરોના મહામારીથી સૌથી પ્રભાવિત દેશમાં ચોથા સ્થાન પર ભારત છે. અમેરિકા 28,33,698 કેસ સાથે પ્રથમ, બ્રાઝીલ 15,01,353 કેસ સાથે બીજા અને રશિયા 6,61,165 કેસ સાથે ત્રીજા ક્રમે છે. અમેરિકા અને બ્રાઝીલ બાદ એક દિવસમાં સૌથી વધારે મામલા ભારતમાં નોંધાઈ રહ્યા છે.
એક્ટવિ કેસના મામલે ટોપ-5 રાજ્ય
આંકડા અનુસાર દેશમાં હાલમાં 2,27,000 કોરોનાના એક્ટિવ કેસ છે. સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 77 હજારથી વધારે એક્ટિવ કેસ છે. ત્યાર બાદ બીજા નંબર પર દિલ્હી, ત્રીજા નંબર પર તમિલનાડુ, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમાં નંબર પર પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે.
એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભાર ચોથા નંબર પર છે. એટલે કે ભારત એવો ચોથો દેસ છે, જ્યાં હાલમાં સૌથી વધારે સંક્રમિતોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion