શોધખોળ કરો

આજે કામ નહી કરે HDFC બેન્કની આ સર્વિસ, ક્યાં સુધી યુઝ નહી કરી શકો UPI અને ક્રેડિટ કાર્ડ

જેના કારણે ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI, RTGS, IMPS જેવી સેવાઓનો ઉપયોગ નિર્ધારિત સમયે શક્ય બનશે નહીં

દેશની સૌથી મોટી ખાનગી બેન્ક એચડીએફસી બેન્કે તેના ગ્રાહકો માટે એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે ડિસેમ્બર 2024માં બે દિવસ સુધી બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થશે. બેન્કે તેની સેવાઓને સુધારવા માટે મેન્ટેનન્સ શિડ્યૂલ નક્કી કર્યું છે, જેના કારણે ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI, RTGS, IMPS જેવી સેવાઓનો ઉપયોગ નિર્ધારિત સમયે શક્ય બનશે નહીં.

આ સેવા બે દિવસ સુધી કામ કરશે નહીં

HDFC બેન્કની સત્તાવાર વેબસાઇટ અનુસાર, 14 ડિસેમ્બર, 2024ના રોજ સવારે 1:00 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી ક્રેડિટ કાર્ડના ટ્રાન્જેક્શન ખોરવાઈ જશે. આ પછી નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, ફંડ ટ્રાન્સફર (UPI, IMPS, NEFT અને RTGS) અને મર્ચન્ટ પેમેન્ટ જેવી સેવાઓ સવારે 2:30 થી સવારે 5:30 સુધી ઉપલબ્ધ રહેશે નહીં. આ સિવાય સવારે 5:00 થી સવારે 7:00 વાગ્યા સુધીના ડીમેટ ટ્રાન્જેક્શનને પણ અસર થશે. આ સમયગાળા દરમિયાન, ગ્રાહકો ડીમેટ ખાતા સંબંધિત કોઈપણ ટ્રાન્જેક્શન કરી શકશે નહીં.

14મી ડિસેમ્બરે રાત્રે 10:00 વાગ્યાથી 15મી ડિસેમ્બરના રોજ બપોરે 12:00 વાગ્યા સુધી નેટ બેન્કિંગમાં “ઑફર” ટૅબ ઉપલબ્ધ રહેશે નહીં. 15 ડિસેમ્બરના રોજ સવારે 1:00 થી સવારે 5:00 વાગ્યા સુધી નવી નેટ બેંકિંગ પર મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત ટ્રાન્જેક્શન શક્ય નહીં હોય.

ગ્રાહકો માટે એલર્ટ

બેન્કે ગ્રાહકોને વિનંતી કરી છે કે તેઓ આ બે દિવસ દરમિયાન તેમની બેન્કિંગ કામગીરીનું અગાઉથી આયોજન કરે. જે ગ્રાહકોને ફંડ ટ્રાન્સફર, ઇન્વેસ્ટમેન્ટ અથવા ડીમેટ ટ્રાન્જેક્શ જેવી સેવાઓની જરૂર હોય તેમણે નિયત સમયપત્રકને ધ્યાનમાં રાખીને અગાઉથી તેમની જરૂરિયાતો સારી રીતે પૂરી કરવી જોઈએ.

નવેમ્બરમાં પણ  મેન્ટેનન્સ કરવામાં આવી હતી

HDFC બેન્કે અગાઉ નવેમ્બર 2024માં જાળવણી માટેનું શિડ્યૂલ પણ બહાર પાડ્યું હતું. તે સમયે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) સેવાઓને અસર થઈ હતી. બેન્કે 5 નવેમ્બરના રોજ સવારે 12:00 થી 2:00 અને 23 નવેમ્બરના રોજ સવારે 12:00 થી 3:00 સુધી UPI સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી. આ સમયગાળા દરમિયાન, ગ્રાહકો Google Pay, Phone Pay અથવા અન્ય UPI પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકતા ન હતા.

HDFC બેન્કે કહ્યું છે કે આ શિડ્યૂલનો હેતુ સેવાઓમાં સુધારો કરવાનો અને ગ્રાહકોને ઉત્તમ અનુભવ પ્રદાન કરવાનો છે. જો કે આનાથી ગ્રાહકોને અસુવિધા થઈ શકે છે, પરંતુ આ તેમના લાંબા ગાળાના ફાયદા માટે કરવામાં આવી રહ્યું છે.

Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Winter Cold: ગુજરાતમાં આ તારીખથી ઠંડી તમામ રેકોર્ડ તોડશે, પરેશ ગોસ્વામીની હાડ ગાળતી ઠંડીની આગાહી

Atul Subhash Suicide Case: અતુલ સુભાષ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પત્ની નિકિતા સહિત ત્રણની ધરપકડ

કેનેડાએ વધાર્યું ભારતીય વિદ્યાર્થીઓનું ટેન્શન, સરકાર માંગી રહી છે માર્ક્સ અને અટેન્ડન્સની ડિટેલ્સ
કેનેડાએ વધાર્યું ભારતીય વિદ્યાર્થીઓનું ટેન્શન, સરકાર માંગી રહી છે માર્ક્સ અને અટેન્ડન્સની ડિટેલ્સ
આજે કામ નહી કરે HDFC બેન્કની આ સર્વિસ, ક્યાં સુધી યુઝ નહી કરી શકો UPI અને ક્રેડિટ કાર્ડ
આજે કામ નહી કરે HDFC બેન્કની આ સર્વિસ, ક્યાં સુધી યુઝ નહી કરી શકો UPI અને ક્રેડિટ કાર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat:ત્રણ બેગમાં અઢી કરોડની રોકડ જોઈ ચોકી પોલીસ, બનાવટી નોટોની ડિલેવરી કરવા આવેલા 3 ભેજાબાજ ઝડપાયાHun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડમ્પરHun To Bolish : હું તો બોલીશ : ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલBanaskantha News:  બનાસકાંઠાના ખેડૂતો સાથે સરકારી વિભાગની મજાકનો પર્દાફાશ થયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Winter Cold: ગુજરાતમાં આ તારીખથી ઠંડી તમામ રેકોર્ડ તોડશે, પરેશ ગોસ્વામીની હાડ ગાળતી ઠંડીની આગાહી
Winter Cold: ગુજરાતમાં આ તારીખથી ઠંડી તમામ રેકોર્ડ તોડશે, પરેશ ગોસ્વામીની હાડ ગાળતી ઠંડીની આગાહી
Atul Subhash Suicide Case: અતુલ સુભાષ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પત્ની નિકિતા સહિત ત્રણની ધરપકડ
Atul Subhash Suicide Case: અતુલ સુભાષ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પત્ની નિકિતા સહિત ત્રણની ધરપકડ
કેનેડાએ વધાર્યું ભારતીય વિદ્યાર્થીઓનું ટેન્શન, સરકાર માંગી રહી છે માર્ક્સ અને અટેન્ડન્સની ડિટેલ્સ
કેનેડાએ વધાર્યું ભારતીય વિદ્યાર્થીઓનું ટેન્શન, સરકાર માંગી રહી છે માર્ક્સ અને અટેન્ડન્સની ડિટેલ્સ
આજે કામ નહી કરે HDFC બેન્કની આ સર્વિસ, ક્યાં સુધી યુઝ નહી કરી શકો UPI અને ક્રેડિટ કાર્ડ
આજે કામ નહી કરે HDFC બેન્કની આ સર્વિસ, ક્યાં સુધી યુઝ નહી કરી શકો UPI અને ક્રેડિટ કાર્ડ
Cold Wave: હવે કૉલ્ડવેવ સાથે માવઠું થશે, રાજ્યમાં ક્યાં અને ક્યારે પડશે કમોસમી વરસાદ ? જાણો શું કહે છે હવામાનકારો
Cold Wave: હવે કૉલ્ડવેવ સાથે માવઠું થશે, રાજ્યમાં ક્યાં અને ક્યારે પડશે કમોસમી વરસાદ ? જાણો શું કહે છે હવામાનકારો
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
સુરતમાં બનાવટી નોટો સાથે  ત્રણ ઝડપાયા, અઢી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી,  જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ

Embed widget