શોધખોળ કરો

Corona Second Wave: ગુજરાત સહિત કયા રાજ્યોમાં છે Night Curfew, મિની લોકડાઉન અને અન્ય પ્રતિબંધો, જાણો એક ક્લિકમાં

ભારતમાં જીવલેણ કોરોના કેસ ફેબ્રુઆરીથી વધી રહ્યા છે. વધતાં કોરોનાને રોકવા ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોએ નાઇટ કર્ફ્યૂ, મિની લોકડાઉન સહિત અનેક પ્રકારના પ્રતિબંધો લાગુ કર્યા છે.

Corona Second Wave: ભારતમાં જીવલેણ કોરોના (Corona Cases) કેસ ફેબ્રુઆરીથી વધી રહ્યા છે. વધતાં કોરોનાને રોકવા ગુજરાત (Gujarat), દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોએ નાઇટ કર્ફ્યૂ, મિની લોકડાઉન સહિત અનેક પ્રકારના પ્રતિબંધો લાગુ કર્યા છે.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં વીકેંડ લોકડાઉન છે અને રાત્ર 8 થી સવારે 7 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ (Night Curfew) લગાવાયો છ. સ્કૂલ-કોલેજ બંધ, રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ, લગ્નમાં માત્ર 50 લોકો, હોટલ-રેસ્ટોરંટમાં માત્ર પાર્સલ સિસ્ટમને મંજૂરી.

ગુજરાતઃ મુખ્યમંત્રી વિજય રુપાણીએ (Gujarat CM Vijay Rupani) ગઈકાલે રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી હતી. સુરતથી આવ્યા બાદ મુખ્યમંત્રીએ સીધા જ કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) સાથે વીડિયો કૉંફ્રેસના માધ્યમથી ચર્ચા કરી ત્યારબાદ હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. જેમાં આઠ મહાનગર ઉપરાંત 12 શહેરમાં રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ નો નિર્ણય કરાયો હતો. લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. મોટા મેળવડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  દિવસના કર્ફ્યુ મુદ્દે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા રહેશે.  શનિ-રવિ રાજકીય અને સામાજિક કાર્યક્રમ બંધ રહેશે.

દિલ્હીઃ દિલ્હીમાં  રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ લાદવામાં આવ્યો છે. આદેશ 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. નિયમો લોકોની મૂવમેન્ટ પર લાગુ થશે. જ્યારે જરૂરી વસ્તુઓ અને સેવાઓ પર લાગુ નહીં થાય.

ઉત્તરપ્રદેશઃ ધો 8 સુધીના તમામ વર્ગો 11 એપ્રિલ સુધી બંધ, જાહેર કાર્યક્રમોમાં 100 લોકો હાજર રહી શકશે.

રાજસ્થાનઃ રાજ્યના 10 શહેરોમાં રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ, ધો.10 સુધીના વર્ગો બંધ, જાહેર કાર્યક્રમમાં 50 થી 100 લોકોને મંજૂરી.

પંજાબઃ રાજ્યના 9 શહેરોમાં રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ, સ્કૂલ-કોલેજો બંધ, રેસ્ટોરંટમાં માત્ર પાર્સલ સુવિધા જ ઉપલબ્ધ.

મધ્યપ્રદેશઃ રાત્રે 10 થી સવારે 5 સુધી જબલપુર, ભોપાલ અને ઈન્દોરમાં કર્ફ્યૂસ સ્કૂલ-કોલેજો બંધ, રેસ્ટોરંટ અને પબ 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા. જાહેર કાર્યક્રમમાં 50 ટકા લોકને મંજૂરી.

છત્તીસગઢઃ 27 જિલ્લામાંથી 16 જિલ્લામાં રાત્રે 9 થી સવારે 6 સુધી કર્ફ્યુ, જાહેર કાર્યક્રમો અને લગ્નોમાં 50 લોકોને જ મંજૂરી, વાહનમાં પણ 50 ટકા લોકો બેસવાને મંજૂરી.

ઝારખંડઃ ધોરણ સાત સુધીના તમામ વર્ગો બંધ. જાહેર કાર્યક્રમો અને લગ્નોમાં ખુલ્લા સ્થળે 1000 અને બંધ સ્થળે 500 લોકોને મંજૂરી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Embed widget