Corona Update: ભારતમાં ખતમ થવાના આરે કોરોના! 24 કલાકમાં 200થી ઓછા નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસ 4000 થી ઓછા
ભારતમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક વધીને 5,30,663 થઈ ગયો છે. દેશમાં કોરોના વાયરસના એક્ટિવસ કેસની સંખ્યા ઘટીને 3691 થઈ ગઈ છે.
Covid-19 India: ભારતમાં કોરોના સંકટ હવે સમાપ્ત થવાના આરે છે. દેશમાં એક જ દિવસમાં કોરોના વાયરસના ચેપના 162 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4.46 કરોડ થઈ ગઈ છે, હાલમાં દેશમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 3691 થઈ ગઈ છે.
શુક્રવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક વધીને 5,30,663 થઈ ગયો છે. દેશમાં કોરોના વાયરસના એક્ટિવસ કેસની સંખ્યા ઘટીને 3691 થઈ ગઈ છે. હવે તે કુલ કેસના 0.01 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 76 નો ઘટાડો નોંધાયો છે.
દેશમાં કોરોનાની અત્યાર સુધીની નવીનતમ સ્થિતિ
કુલ એક્ટિવ કેસ હવે - 3 હજાર 846
અત્યાર સુધીમાં કુલ સંક્રમિત - 4 કરોડ 46 લાખ 75 હજાર 447
અત્યાર સુધીમાં કુલ ડિસ્ચાર્જ - 4 કરોડ 41 લાખ 41 હજાર 017
અત્યાર સુધીમાં કુલ મૃત્યુ - 5 લાખ 30 હજાર 663
અત્યાર સુધીમાં લગભગ 220 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
તાજેતરના આંકડા અનુસાર, દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.80 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,41,41,255 લોકો કોરોના સંક્રમણ મુક્ત થયા છે. જ્યારે કોવિડ-19થી મૃત્યુદર 1.19 ટકા છે. આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 219.99 ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતમાં 20 નવેમ્બરના રોજ કોરોનાના 90 લાખથી વધુ દર્દીઓ હતા.
ભારતમાં, 7મી ઓગસ્ટ 2020ના રોજ, કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23મી ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5મી સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખને વટાવી ગઈ હતી. ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા.
19 ડિસેમ્બર 2020 ના રોજ, દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે 4 મેના રોજ સંક્રમિતોની સંખ્યા બે કરોડને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021ના રોજ તે ત્રણ કરોડને વટાવી ગઈ હતી. આ વર્ષે 25 જાન્યુઆરીએ ચેપના કુલ કેસ ચાર કરોડને વટાવી ગયા હતા.