શોધખોળ કરો
Advertisement
Corona Update: દેશમાં સતત 15માં દિવસે એક હજારથી વધુ મોત, એક્ટિવ કેસની સંખ્યા 10 લાખને પાર
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 97,894 નવા કેસ અને 1,132 લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણ મામલે વિશ્વમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 97,800થી વધારે કેસ નોંધાયા હતા. 11 સપ્ટેમ્બરે રેકોર્ડ 97,570 કેસ સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 1132 લોકોના મોત થયા હતા. દેશમાં 2 સપ્ટેમ્બરથી રોજ એક હજારથી વધારે લોકોના કોરોનાથી મોત થઈ રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 97,894 નવા કેસ અને 1,132 લોકોના મોત થયા છે. કોરોનાના કુલ કેસની સંખ્યા 51,18,254 પર પહોંચી છે. જેમાંથી 10,09,976 એક્ટિવ કેસ છે અને 40,25,080 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 83,198 પર પહોંચ્યો છે.
ICMR મુજબ 16 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 6 કરોડ 5 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. જેમાંથી 11 લાખ સેંપલનું ટેસ્ટિંગ બુધવારે કરાયું હતું. પોઝિટિવિટી રેટ 7 ટકાથી ઓછો છે. કોરોના વાયરસના 54 ટકા મામલા 18 વર્ષથી 44 વર્ષના લોકોના છે. કોરોનાથી મોતને ભેટનારા 51 ટકા લોકોની ઉંમર 60 વર્ષથી વધારે છે.
રાહતની વાત એ છે કે મૃત્યુ દર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુ દરઘટીને 1.64 ટકા થયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સારવાર ચાલી રહી છે તેનો દર ઘટીને 21 ટકા થયો છે. રિકવરી રેટ 78 ટકા થયો છે, દેશમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement