શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Covid Vaccination: કોરોના રસીકરણ માટે Aadhaar Card ફરજિયાત નથી, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું- 87 લાખ લોકોને આઈડી વગર અપાઈ રસી

Covid-19 Vaccination: કેન્દ્ર સરકારે કહ્યું કે આધાર કાર્ડ સિવાય કોવિન એપ પર નવ પ્રકારના ઓળખ કાર્ડનો ઉપયોગ કરીને કોરોના રસીકરણ માટે નોંધણી કરી શકાય છે.

Covid-19 Vaccination: કોરોના રસીકરણ માટે માત્ર આધાર કાર્ડ હોવું ફરજિયાત નથી. CoWIN પોર્ટલ પર રસીકરણ માટે નોંધણી આધાર કાર્ડ સહિત નવ પ્રકારના ઓળખ કાર્ડ વડે કરી શકાય છે. આ બાબત કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જણાવી હતી. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું 87 લાખ લોકોને આઈડી વિના રસી આપવામાં આવી હતી. તેની સાથે જ  આધારને માત્ર કોરોના રસીકરણ માટે ઓળખ કાર્ડ તરીકે સ્વીકારવાને પડકારતી અરજીનો સુપ્રીમ કોર્ટમાં નિકાલ કરવામાં આવ્યો હતો.

આધાર ન હોવાના કારણે કોઈ વ્યક્તિ રસીકરણથી વંચિત ન રહી જાયઃ સુપ્રીમ કોર્ટ

પરિવાર કલ્યાણ મંત્રાલય વતી, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ સૂર્યકાંતની બેંચને જણાવવામાં આવ્યું હતું કે રસીકરણ માટે નોંધણી પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, મતદાર કાર્ડ, રેશન કાર્ડ સહિત નવ ઓળખ દસ્તાવેજોમાંથી એકનો ઉપયોગ કરીને કરી શકાય છે. છે. સર્વોચ્ચ અદાલતે સરકારની દલીલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આધાર ન હોવાને કારણે કોઈ વ્યક્તિ રસીકરણથી વંચિત ન રહી જાય.

1 ઓક્ટોબરે કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી હતી

આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અંતર્ગત કહેવામાં આવ્યું હતું કે CoWin એપ પર માત્ર આધાર કાર્ડનો જ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અરજદારની ફરિયાદ હતી કે આધાર કાર્ડ ઉપલબ્ધ ન હોવાને કારણે તેમને રસીકરણનો ઇનકાર કરવામાં આવ્યો હતો. સુનાવણી પછી, આરોગ્ય મંત્રાલયે મુખ્ય સચિવને પત્ર લખીને મહારાષ્ટ્રમાં ખાનગી રસીકરણ કેન્દ્ર સામે પગલાં લેવા જણાવ્યું છે જેણે માન્ય પાસપોર્ટ ID રજૂ કરવા છતાં અરજદારને રસીકરણનો ઇનકાર કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે લગભગ 87 લાખ લોકોને આઈડી કાર્ડ વિના રસી આપવામાં આવી છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશમાં હવે કોરોનાની ઝડપ ઘટી ગઈ છે. આજે કોરોનાના નવા કેસ એક લાખથી ઓછા આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 83 હજાર 876 નવા કેસ સામે આવ્યા છે, જો કે આ દરમિયાન 895 લોકોના મોત થયા છે. જ્યારે 1 લાખ 99 હજાર 54 લોકો સાજા થયા છે. આ સાથે, કોરોનાની સકારાત્મકતા દર હવે ઘટીને 7.25 ટકા પર આવી ગયો છે. કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 11 લાખ 8 હજાર 938 થઈ ગઈ છે, જ્યારે આ મહામારીને કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 5 લાખ 2 હજાર 874 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક તરફ જ્યાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અત્યાર સુધીમાં 169 કરોડનું રસીકરણ કરવામાં આવ્યું છે.

  • કુલ કોરોના કેસઃ 4.22 કરોડ
  • કુલ રિકવરીઃ 4.06 કરોડ
  • કુલ મૃત્યુઃ 5.02 લાખ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કંઈક તો ગરબડ છે', સંજય રાઉતનો મોટો આરોપ
'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કંઈક તો ગરબડ છે', સંજય રાઉતનો મોટો આરોપ
Maharashtra Election Results 2024: શું મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ 4 નિવેદનોએ ભાજપનો ભગવો લહેરાવ્યો?
Maharashtra Election Results 2024: શું મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ 4 નિવેદનોએ ભાજપનો ભગવો લહેરાવ્યો?
Elections 2024: ઝારખંડ બાદ આ રાજ્યમાં BJP ગઠબંધનને લાગ્યો મોટો ઝટકો, કોંગ્રેસે જીતી લીધી તમામ બેઠકો
Elections 2024: ઝારખંડ બાદ આ રાજ્યમાં BJP ગઠબંધનને લાગ્યો મોટો ઝટકો, કોંગ્રેસે જીતી લીધી તમામ બેઠકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Eknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદનMaharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષVav Election Result 2024: Gulabsinh Rajput:હાર બાદ ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદનAmit Shah Call To Fadanvis : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ અમિત શાહે દેવેન્દ્ર ફડવણીસને કર્યો ફોન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કંઈક તો ગરબડ છે', સંજય રાઉતનો મોટો આરોપ
'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કંઈક તો ગરબડ છે', સંજય રાઉતનો મોટો આરોપ
Maharashtra Election Results 2024: શું મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ 4 નિવેદનોએ ભાજપનો ભગવો લહેરાવ્યો?
Maharashtra Election Results 2024: શું મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ 4 નિવેદનોએ ભાજપનો ભગવો લહેરાવ્યો?
Elections 2024: ઝારખંડ બાદ આ રાજ્યમાં BJP ગઠબંધનને લાગ્યો મોટો ઝટકો, કોંગ્રેસે જીતી લીધી તમામ બેઠકો
Elections 2024: ઝારખંડ બાદ આ રાજ્યમાં BJP ગઠબંધનને લાગ્યો મોટો ઝટકો, કોંગ્રેસે જીતી લીધી તમામ બેઠકો
Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 
Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 
Assembly Election 2024 Result Live Updates:  મહારાષ્ટ્રમાં મહાયુતિની બંપર જીત, નવી સરકાર 25 નવેમ્બરે શપથ લેશે
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં મહાયુતિની બંપર જીત, નવી સરકાર 25 નવેમ્બરે શપથ લેશે
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Embed widget