(Source: ECI/ABP News/ABP Majha)
બાળકોને ક્યારથી કોરોનાની રસી મળવાની થઈ જશે શરૂ, જાણો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
NTAGIના ચીફ એનકે અરોડાએ જણાવ્યું હતું કે ઓક્ટોબરથી બાળકોને રસી લાગશે. જેમાં ગંભીર બીમારીવાળા બાળકોની યાદી તૈયાર કરાશે.
નવી દિલ્હી: દેશમાં પહેલી બાળકો માટેની રસી ગણાતી Zycov-Dને લઈને હવે મોટા સમાચાર સામે આવ્યા છે. NTAGIના ચીફ એનકે અરોડાએ જણાવ્યું હતું કે ઓક્ટોબરથી બાળકોને રસી લાગશે. જેમાં ગંભીર બીમારીવાળા બાળકોની યાદી તૈયાર કરાશે. સૌથી પહેલા આ જ બાળકોને રસી લગાવાશે. જો કે રાજ્ય સરકારોને સલાહ છે તે બૌધ્ધિક વિકાસ માટે પ્રાથમિક સ્કૂલ જલ્દી ખોલે. 12થી 17ની વચ્ચે ગંભીર બિમારી વાળા બાળકોની એક યાદી તૈયાર કરાશે. જેથી રસીની પ્રાથમિકતા નક્કી કરી શકાય. Zycov-D રસીના રોલ આઉટની પહેલા લિસ્ટ સાર્વજનિક કરાશે. આ લિસ્ટના આધાર પર ઓક્ટોબરથી 12થી 17ન વચ્ચે ગંભીર બિમારીવાળા બાળકોને રસી મળવાનું શરુ થઈ જશે.
કોરોના મહામારીની વિરૂદ્ધ દેશમાં ચાલી રહેલા વેક્સિનેશનમાં હવે વધુ એક વેક્સિનનુ નામ જોડાઈ ગયું છે. ફાર્મા કંપની ઝાયડસ કેડિલાની ત્રણ ડોઝવાળી કોરોના વેક્સિનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આ વેક્સિનનું નામ ઝાયકોવ-ડી છે. ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયાની એક્સપર્ટ કમિટીએ શુક્રવારે આ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દિધી છે. કમિટીએ ફાર્મા કંપની પાસે આ વેક્સિનના બે ડોઝના પ્રભાવ અંગે વધારાનો ડેટા પણ માંગ્યો છે. આ રસીની અસરકારકતા 66.6 ટકા સામે આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વેક્સીન 12 વર્ષથી 18 વર્ષની ઉંમરના કિશોરથી યુવાનો માટે પણ સંપૂર્ણ પણે સુરક્ષિત છે. અત્યારે દેશમાં ભારત બાયોટેકની કોવેક્સીન, કોવિશિલ્ડ, સ્પૂતનિક અને જહોનસ એન્ડ જ્હોનસન રસીને મંજૂરી મળી છે.હવે ઝાયડસ મળીને રસીની સંખ્યા પાંચ થશે.
જેનેરિક દવા કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડએ ઝાયકોવ-ડીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે ગત એક જુલાઈએ આવેદન કર્યું હતું. આ અરજી 28 હજાર વોલન્ટિયર્સ પર કરાયેલા અંતિમ સ્ટેજના ટ્રાયલના આધારે કરાઈ હતી. વેક્સિનનો એફિકેસી રેટ 66.6 ટકા સામે આવ્યો હતો. તેમ પણ જણાવાયું છે કે આ વેક્સિન 12થી 18 વર્ષના કિશોરો માટે પણ સુરક્ષિત છે. જો કે હજુ સુધી તેના ટ્રાયલ ડેટાનું પીયર રિવ્યૂ નથી કરવામાં આવ્યું.
ઈમરજન્સી યુઝ બાદ આ વેક્સિન સંપૂર્ણ રીતે મંજૂરી પામે છે તો આ ભારતની બીજી સ્વદેશી વેક્સિન હશે. આ પહેલા ભારત બાયોટેક અને ICMRની સાથે મળીને પહેલી સ્વદેશી વેક્સિન કોવેક્સિન બનાવી હતી. આ સમયે દેશમાં કુલ ચાર વેક્સિનને મંજૂરી મળી ચુકી છે. જેમાં કોવિશિલ્ડ, કોવેક્સિન, સ્પૂતનિક, મોડર્ના સામેલ છે. હવે ઝાયડસની વેક્સિન મળીને રસીની સંખ્યા પાંચ થઈ ગઈ છે. આ રસીની અસરકારકતા 66.6 ટકા સામે આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વેક્સીન 12 વર્ષથી 18 વર્ષની ઉંમરના કિશોરથી યુવાનો માટે પણ સંપૂર્ણ પણે સુરક્ષિત છે. અત્યારે દેશમાં ભારત બાયોટેકની કોવેક્સીન, કોવિશિલ્ડ, સ્પૂતનિક અને જહોનસ એન્ડ જ્હોનસન રસીને મંજૂરી મળી છે.હવે ઝાયડસ મળીને રસીની સંખ્યા પાંચ થશે.