શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
AIIMSમાં સોમવારથી કોરોના વેક્સિનના માણસો પર ટ્રાયલ, જાણો ક્યાં સુધીમાં બની જશે વેક્સિન ?
કોવેક્સીન હૈદરાબાદની ભારત બાયોટેક અને આઈસીએમઆરે સાથે મળીને વિકસાવી છે. જેના માનવ પરીક્ષણની મંજૂરી ડીજીસીઆઈએ તાજેતરમાં આપી હતી.
નવી દિલ્હીઃ દેશ-દુનિયામાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને હજુ સુધી કોઈ રસી કે દવા શોધાઈ નથી. આ સ્થિતિમાં દિલ્હીની એઇમ્સ સારા સમાચાર લઈને આવી છે. દેશમાં વિકસિત કોરોના વાયરસની રસીના પ્રથમ તબક્કાનું ટ્રાયલ દિલ્હી એઇમ્સમાં પણ થશે. પ્રથમ તબક્કામાં 375 લોકો પર પરીક્ષણ કરવામાં આવશે, જેમાંથી 100 લોકો પર એઇમ્સમાં થઈ શકે છે.
એઇમ્સમાં સેન્ટર ફોર કમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર ડો. સંજય રાયે જણાવ્યું, કોવેક્સીનના માનવ પરીક્ષણ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં કોઈ રોગ ન હોય, કોવિડ-19થી પીડિત ન હોય અને જેમની ઉંમર 18 વર્ષથી વધારે અને 55 વર્ષથી ઓછી હશે તેમને સામેલ કરાશે. કેટલાક લોકો પરીક્ષણ માટે પહેલાથી જ રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. દરેક વ્યકિતના સ્વાસ્થ્યની તપાસ કર્યા બાદ સોમવારથી રસીનું પરીક્ષણ કરાશે.
કોવેક્સીન હૈદરાબાદની ભારત બાયોટેક અને આઈસીએમઆરે સાથે મળીને વિકસાવી છે. જેના માનવ પરીક્ષણની મંજૂરી ડીજીસીઆઈએ તાજેતરમાં આપી હતી. ભારતમાં આગામી વર્ષે માર્ચ સુધીમાં માનવ પરીક્ષણ પૂરું થઈ જશે.
કંપનીની તૈયારી માર્ચ સુધીમાં માનવ પરીક્ષણ પૂરું કરવાની છે. સફળતા મળ્યા બાદ 100 મિલિયન ડોઝ બનાવવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી 10 લાખ 77 હજાર 618 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 26,816 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 6 લાખ 77 હજાર લોકો સાજા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38 હજાર 902 નવા કેસ સામે આવ્યા છે અને 543 મોત થયા છે.
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝીલ બાદ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત ભારત છે.
વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના છ પ્રકારની કરી ઓળખ, જાણો કેવા હોય છે લક્ષણ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion