શોધખોળ કરો
Advertisement
Corona Vaccine: સીરમ ઈન્સ્ટીટ્યુટના CEOએ કહ્યું - વેક્સિન લીધા બાદ હોસ્પિટલમાં જવાની જરૂરત નહીં રહે
પુનાવાલાએ જણાવ્યું હતું કે, કોવિશીલ્ડ થી મોર્ટાલિટી ઘટાડવામાં ફાયદો થશે. તેનાથી હોસ્પિટલાઈઝેશન ઝીરો ટકા થવાની આશા છે.
પુણે : સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પુનાવાલાએ શનિવારે એક પત્રકાર પરિષદમાં કોરોના વેક્સીનની તૈયારીને લઈને જણાવ્યું કે, જે વેક્સિન લેશે તે સંક્રમણ નહીં ફેલાવે. વેક્સીન લીધા બાદ હોસ્પિટલમાં જવાની જરૂર રહેશે નહીં.
પુનાવાલાએ જણાવ્યું હતું કે, કોવિશીલ્ડ થી મોર્ટાલિટી ઘટાડવામાં ફાયદો થશે. તેનાથી હોસ્પિટલાઈઝેશન ઝીરો ટકા થવાની આશા છે. વાયરસની અસર 60 ટકા સુધી ઘટી જશે. કોવિશીલ્ડ રસીની ગ્લોબલ ટ્રાયલમાં હોસ્પિટલાઈઝેન શૂન્ય રહી છે.
અદાર પુનાવાલાએ વધુમાં જણાવ્યું કે, ‘વેક્સિન શરુઆતમાં ભારતમાં વિતરણ કરવામાં આવશે. બાદમાં અન્ય COVAX દેશઓની ધ્યાન અપાશે. ખાસ કરીને આફ્રિકી દેશો પર, અમારી પ્રાથમિકતા ભારત અને COVAX દેશ છે.’
પુનાવાલાએ કહ્યું કે, પીએમ મોદીને વેક્સિન સંબંધિત તમામ જાણકારી આપવામાં આવી છે. પીએમ મોદી વેક્સિનની તૈયારીઓને લઈ સંતુષ્ટ હતા. ઉલ્લેખનીય છે કે, શનિવારે વડાપ્રધાન મોદી વેક્સિનની તૈયારીના નીરીક્ષણ માટે સીરમ ઈન્સ્ટીટ્યુટની મુલાકાત લીધી હતી.
પુનાવાલાએ કહ્યું કે, અત્યાર સુધી એ નક્કી નથી કરવામાં આવ્યું કે, સરકાર કેટલા ડોઝ ખરીદશે, પરંતુ લાગે છે કે, સ્વાસ્થ્ય મંત્રાલય જુલાઈ સુધી 300 થી 400 મિલિયન જોઝ પર વિચાર કરી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના વેક્સિનની સમીક્ષા માટે ત્રણ શહેરોની શનિવારે મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની મુલાકાત લીધી હતી, જ્યાં કોરોના વેક્સિન વિકસિત કરવામાં આવી રહી છે. અહીં વેક્સિનની કામગીરીનું નીરીક્ષણ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement