Dwarka News : દેવભૂમિ દ્વારકાના ઓખામાં દુર્ઘટના, જેટી પર ક્રેન તૂટતા 3 કામદારના મોત
દ્વારકાના ઓખા જેટી ખાતે ક્રેન તૂટી પડવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ક્રેન તૂટી જવાથી ત્યાં કામ કરતાં એક એન્જિનિયર, એક સુપરવાઈઝર અને એક મજૂરનું મોત થયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં દુર્ઘટના. ઓખા જેટી પર ક્રેન તૂટતા ત્રણ કામદારના મોત.ઓખા જેટી પર કોસ્ટગાર્ડની જેટી બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. અચાનક ક્રેન તૂટતા બે કામદારનું દટાઈ જવાથી જ્યારે અન્ય એક કામદારનું દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ થયું..ઘટનાની જાણ થતા ગુજરાત મેરીટાઈમ બોર્ડ. કોસ્ટ ગાર્ડ, પોલીસ વિભાગ અને ફાયર ટીમ સ્થળ પર દોડી આવી. ક્રેન નીચે દબાયેલા શ્રમિકોના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા.
આ સિવાય તંત્ર દ્વારા અન્ય કોઈ વ્યક્તિ દટાયા છે કે કોઈ ઈજાગ્રસ્ત થયું છે કેમ કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય આ અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેના કારણો શું હતા તે વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.