શોધખોળ કરો
Advertisement
Corona Vaccine: ભારતમાં ક્યાં પૂરો થયો કોવેક્સીનના માનવ પરીક્ષણના ફેઝ-1નો પ્રથમ હિસ્સો, જાણો શું આવ્યું પરિણામ
કોવેક્સીનને હૈદરાબાદની ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકે આઈસીએમઆર સાથે મળીને વિકસાવી છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે વેક્સીનને લઈ આશા વધી ગઈ છે. PGI રોહતકમાં કોવેક્સીનના માનવ પરીક્ષણનો પ્રથમ તબક્કો પૂરો કરી લેવામાં આવ્યો છે. વેક્સીન ટ્રાયલ ટીમના પ્રિન્સિપલ ઈન્વેસ્ટીગેટર ડો. સવિતા વર્માએ આ જાણકારી આપી હતી.
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેમણે કહ્યું, શનિવારે ફેઝ-1ની બીજા તબક્કામાં છ લોકોને રસી આપવામાં આવી છે. કોવેક્સીનના હ્યુમન ટ્રાયલના પ્રથમ તબક્કાનો પહેલો હિસ્સો પૂરો થઈ ગયો છે. દેશણાં 50 લોકોને રસી આપવામાં આવી છે. જેના પરિણામ ઉત્સાહવર્ધક છે. શનિવારે 6 લોકોને બીજા હિસ્સાના પરીક્ષણ દરમિયાન રસી આપવામાં આવી.
હ્યુમન ટ્રાયલની મંજૂરી આપવામાં આવી હોય તેવી કોવેક્સીન ભારતની પ્રથમ રસી છે. પીજીઆઈ રોહતકમાં 17 જુલાઈએ તેનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. આ દિવસે ત્રણ લોકોને રસી આપવામાં આવી હતી.
કોવેક્સીનને હૈદરાબાદની ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકે આઈસીએમઆર સાથે મળીને વિકસાવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 705 લોકોના મોત થયા છે અને 48,661 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13,85,522 પર પહોંચી છે અને 32,063 લોકોના મોત થયા છે. 8,85,577 લોકો સાજા થઈ ગયા છે અને 4,67,882 એક્ટિવ કેસ છે.
દેશમાં એક ડઝન રાજ્યોમાં લદાયું વીકએન્ડ લોકડાઉન, જાણો ક્યા ક્યા રાજ્યોમાં બધું બંધ ?
ઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો, કેસોંગ શહેરમાં લાદવામાં આવ્યું લોકડાઉન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
અમદાવાદ
ગુજરાત
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion