શોધખોળ કરો

દેશમાં એક ડઝન રાજ્યોમાં લદાયું વીકએન્ડ લોકડાઉન, જાણો ક્યા ક્યા રાજ્યોમાં બધું બંધ ?

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13,85,522 પર પહોંચી, જ્યારે મૃત્યુઆંક 32 હજારને પાર કરી ગયો છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજકારણી, સેલિબ્રિટીથી લઈ નાના-મોટા લાખો લોકો કોરોનાના ભરડામાં આવી ગયા છે. દેશમાં કોરોનાના વધી રહેલા પ્રકોપને ધ્યાનમાં રાખી કેટલાક રાજ્યોમાં લોકડાઉન જાહેર કરાયુ છે. મહારાષ્ટ્રઃ દેશમાં કોરોનાથી સૌથી વધારે સંક્રમિત રાજ્યમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. કોરોના વાયરસના વધી રહેલા મામલાને લઈ મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં શનિવાર અને રવિવાર જનતા ફર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. નાગપુરના મ્યુનિસિપલ કમિશ્નરે આ અંગેની શુક્રવારે જાહેરાત કરી હતી. આ ઉપરાંત પૂણેના કેટલાક વિસ્તારોમાં કડક લોકડાઉન લાદવમાં આવ્યું છે. મધ્યપ્રદેશઃ રાજ્યમાં રવિવારે સંપૂર્ણ લોકડાઉન છે. રાજધાની ભોપાલમાં કોરોનાના વધતા સંક્રમણને લઈ લાદવામાં આવેલું 10 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત જબલપુરમાં પણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. જ્યાં જે લોકોના લગ્ન અગાઉથી નિર્ધારીત થઈ ગયા હશે તેમને માત્ર 20 લોકોની જ છૂટ આપવામાં આવશે. મેઘાલયઃ મેઘાલય સરકારે 26 જુલાઈથી 29 જુલાઈ સુધી શિલોંગમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રીએ આ અંગે શુક્રવારે જાહેરાત કરી હતી.
બિહારઃ કોરોનાનું સંક્રમણ વધતા બિહારમાં 16થી 31 જુલાઈ સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે. જરૂરિયાતની વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં નથી આવ્યો. જ્યારે બેંક અને ઓફિસોને તેમનો બિઝનેસ શરૂ રાખવા ઓછા કર્મચારીઓ સાથે ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તમિલનાડુઃ કોયંબતૂરમાં દર રવિવારે લોકડાઉન રહેશે, જે સોમવાર સવાર સુધી અમલી રહેશે. લોકડાઉનનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. પશ્ચિમ બંગાળઃ કલિમપોંગમાં આજથી એક અઠવાડિયાનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. સિલિગુડીમાં પણ 2 દિવસનું લોકડાઉન છે. દુકાનો, માર્કેટ તમામ વસ્તુ બંધ રાખવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. કોલકાતા એરપોર્ટથી તમામ ફ્લાઇટ પણ લોકડાઉનના કારણે રદ્દ કરી દેવામાં આવી છે. કેરળઃ તિરુવનંતપુરમમાં વીકેન્ડમાં ત્રિપલ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. માત્ર જરૂરી સેવાઓને જ છૂટ આપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરઃ જમ્મુમાં શુક્રવાર સાંજથી 60 કલાકનું લોકડાઉન છે. કાશ્મીર ઘાટીમાં છ દિવસનું સંપૂર્ણ લોકડાઉન છે. શ્રીનગરના રિગલ ચોર માર્કેટ સહિત અનેક વિસ્તારોમાં લોકડાઉન છે. ઉત્તરપ્રદેશઃ કોરોના સંક્રમણની સ્થિતિને જોતા ઉત્તર પ્રદેશ સરકારે વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી હતી. અનેક જિલ્લામાં પરિસ્થિતિ ગંભીર બનતા લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. ઉત્તરાખંડઃ દેહરાદૂન, હરિદ્વાર, નૈનિતાલ અને ઉધમ સિંહ નગર એમ ચાર જિલ્લામાં લોકડાઉન છે. નાગાલેન્ડઃ નાગાલેન્ડની રાજધાની કોહિમામાં 31 જુલાઈ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જ્યારે દિમાપુરમાં 2 ઓગસ્ટથી અમલી બનશે. છત્તીસગઢઃ રાયપુર, બિરગાંવ અને 20 અન્ય જગ્યાએ બુધવારથી એક સપ્તાહનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ઓડિશાઃ રાજ્યના 5 જિલ્લામાં 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન નાંખવામાં આવ્યું છે. ગંજમ, કટક, જોજપુર, રૌરકેલા, ખોરધામાં 17 જુલાઈથી લોકડાઉન છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13,85,522 પર પહોંચી  છે. જ્યારે મૃત્યુઆંક 32 હજારને પાર કરી ગયો છે. ઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો, કેસોંગ શહેરમાં લાદવામાં આવ્યું લોકડાઉન Coronavirus: અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 67 હજાર નવા કેસ, 905 લોકોના મોત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદGujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજાHathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?Gujarat Ministry | Gujarat BJP | સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારને લઈ બાવળિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
Embed widget