શોધખોળ કરો
દેશમાં કોરોના વેક્સીનનું હ્યુમન ટ્રાયલ હાલ કઈ કઈ જગ્યાએ થઈ રહ્યું છે, જાણો વિગત
ભારતના ડ્રગ્સ કંટ્રોલરે વેક્સીનના હ્યુમન ટ્રાયલની મંજૂરી આપી છે. ભારતમાં હૈદરાબાદની ભારત બાયોટેક અને અમદાવાદની ઝાયડસ કેડિલાએ હ્યુમન ટ્રાયલ શરૂ કર્યુ છે.

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. વિશ્વભરની તમામ સંસ્થાઓ તેની રસી બનાવવામાં લાગી છે. કેટલીક સંસ્થાએ વેક્સીન બનાવી લીધાનો દાવો પણ કર્યો છે. ભારતના ડ્રગ્સ કંટ્રોલરે વેક્સીનના હ્યુમન ટ્રાયલની મંજૂરી આપી છે. ભારતમાં હૈદરાબાદની ભારત બાયોટેક અને અમદાવાદની ઝાયડસ કેડિલાએ હ્યુમન ટ્રાયલ શરૂ કર્યુ છે. - દિલ્હી એઇમ્સઃ દેશની રાજધાની દિલ્હીમાં સૌથી પહેલા એઇમ્સ હોસ્પિટલમાં 30 વર્ષીય વ્યક્તિને કોરોના રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 100થી વધારે વોલિંટિયર્સને વેક્સીન આપવામાં આવી ચુકી છે. - નિઝામ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ (હૈદરાબાદ) અહીંયા અત્યાર સુધીમાં 60 વોલિંટિયર્સને ડોઝ આપવામાં આવ્યો છે. સોમવારે બે અને શનિવારે બે વોલિંટિયર્સને દવા આપવામાં આવી. - PGIMS, રોહતકઃ અહીંયા સૌથી પહેલા ત્રણ વોલિંટિયરને 17 જુલાઈએ રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 20 વોલિંટિયર્સ પર ટેસ્ટ કરવામાં આવ્યો. તેમને બીજો ડોઝ 31 જુલાઈએ અપાશે. - SRMS મેડિકલ કોલેજ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ચેન્નઈઃ અહીંયા ગુરુવારે બે વોલિંટિયર્સને ડોઝ આપવામાં આવ્યો હતો. તેમને આગામી ડોઝ 14 દિવસ બાદ અપાશે. - એઇમ્સ, પટનાઃ અહીંયા 18 વોલિંટિયર્સને પસંદ કરવામાં આવ્યા છે. 11 વોલિંટિયર્સને 15 જુલાઈએ પ્રથમ ડોઝ અપાયો હતો. આગામી ડોઝ 29 જુલાઈએ અપાશે. - રેડકર હોસ્પિટલ, ગોવાઃ પ્રથમ તબક્કા માટે 50 વોલિંટિયર્સ પસંદ કરવામાં આવ્યા છે. શનિવારે 11 વોલિંટિયર્સને ડોઝ આપવામાં આવ્યો. - ગિલ્લૂરકર મલ્ટી સ્પેશલ હોસ્પિટલ, નાગપુરઃ અહીંયા 10 વોલિંટિયર્સને પસંદ કરવામાં આવ્યા છે. તેમનું સ્ક્રીનિંગ ચાલી રહ્યું છે. પ્રથમ ડોઝ જુલાઈના અંતમાં કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં અપાશે. - સમ હોસ્પિટલ ભુવનેશ્વરઃ 60 લોકોએ ટ્રાયલમાં સામેલ થવા અરજી કરી છે. 20 જુલાઈથી તેમનું સ્ક્રીનિંગ શરૂ થઈ ગયું છે. વેક્સીનનો પ્રથમ ડોઝ થોડા જ દિવસોમાં આપવામાં આવશે. - જીવન રેખા હોસ્પિટલ, કર્ણાટકઃ અહીંયા 200 વોલિંટિયર્સને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે. ટૂંક સમયમાં પરિણામ આવશે. - કિંગ જોર્જ હોસ્પિટલ, વિશાખાપટ્ટનમઃ અહીંયા ટૂંક સમયમાં વેક્સીનનું ટ્રાયલ શરૂ થવાની સંભાવના છે. માત્ર આંધ્ર પ્રદેસના ડાયરેક્ટર ઓફ મેડિકલ એજ્યુકેશનની મંજૂરી મળવાની બાકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 759 લોકોના મોત થયા છે અને 48,916 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13,36,861 પર પહોંચી છે અને 31,358 લોકોના મોત થયા છે. 8,49,431 લોકો સાજા થઈ ગયા છે અને 4,56,071 એક્ટિવ કેસ છે.
વધુ વાંચો




















