Corona Vaccine: 12 થી 17 વર્ષના બાળકો માટે વધુ એક રસીને DGCIએ આપી મંજૂરી, જાણો વિગત
Corona Vaccine: SIIના CEO અદાર પૂનાવાલાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી.
Corona Vaccine: ભારતીય દવા નિયમનકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) એન્ટી-કોવિડ-19 રસી 'કોવોવેક્સ'ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. આ રસી 12 થી 17 વર્ષની વયના બાળકો માટે વિકસાવવામાં આવી છે. SIIના CEO અદાર પૂનાવાલાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે દેશમાં ઉપલબ્ધ આ ચોથી એન્ટિ-કોરોના રસી હશે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI) એ કોવિડ -19 નિષ્ણાત સમિતિની ભલામણના આધારે કોવાવેક્સના કટોકટીના ઉપયોગને મંજૂરી આપી છે. સરકારે હજુ સુધી 15 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસી આપવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.
21 ફેબ્રુઆરીના રોજ ડીસીજીઆઈને આપેલી અરજીમાં, સીરમ ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર (સરકારી અને નિયમનકારી બાબતો) પ્રકાશ કુમાર સિંઘે જણાવ્યું હતું કે 12 થી 17 વર્ષની વયના આશરે 2707 બાળકો પરના બે અભ્યાસ સૂચવે છે કે કોવોવેક્સ વધુ અસરકારક છે, વધુ રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરે છે. તે સુરક્ષિત રસી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ વય જૂથના બાળકો આ રસીને સારી રીતે સહન કરી શકે છે.
DCGI એ 21 ફેબ્રુઆરીના રોજ અમુક શરતોને આધીન 12 થી 18 વર્ષથી નીચેના વય જૂથ માટે બાયોલોજિકલ-E ની એન્ટિ-કોવિડ-19 રસી 'કોર્બેવેક્સ'ના કટોકટીના ઉપયોગને મંજૂરી આપી હતી. Kovavax નું ઉત્પાદન Novavax થી ટેકનોલોજીના ટ્રાન્સફર દ્વારા કરવામાં આવે છે. આ રસીને યુરોપિયન મેડિસિન એજન્સી દ્વારા બજારમાં વેચાણ માટે શરતી મંજૂરી આપવામાં આવી છે.
ભારત બાયોટેકની રસી 'કોવેક્સિન'નો ઉપયોગ ભારતમાં 15-18 વર્ષની વયના કિશોરોને રસી આપવા માટે કરવામાં આવે છે. DGCI એ 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે કટોકટીના ઉપયોગ માટે 'Zycov-D' રસી સૌપ્રથમ મંજૂરી આપી હતી.
Serum Institute of India's Covovax has been granted Emergency Use Authorisation by DCGI for adults & for children above the age of 12. Younger age groups will follow shortly. Novavax in global trials has demonstrated more than 90% efficacy: SII CEO Adar Poonawala pic.twitter.com/TU0ggaWRfK
— ANI (@ANI) March 9, 2022