શોધખોળ કરો
કોરોનાની રસી માટે પૈસાને લઈ ઉઠાવ્યો હતો સવાલ, સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ PM મોદીની પ્રશંસા કરીને કહી આ વાત
રવિવારે અદાર પૂનાવાલાએ ટ્વિટ કરીને લખ્યું, નરેન્દ્ર મોદીજી આપણે વૈશ્વિક સમુદાયને વેક્સીન ઉપલબ્ધ કરાવવાને લઈ તમારા દ્રષ્ટિકોણની પ્રશંસા કરીએ છીએ.

(ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ શનિવારે સરકારને સોશિયલ મીડિયા દ્વારા મોટો સવાલ કર્યો હતો. અદાર પૂનાવાલાએ ટવિટર પર લખ્યું, શું ભારત સરકાર પાસે આગામી એક વર્ષમાં 80 હજાર કરોડ રૂપિયા હશે ? કારણકે ભારતમાં તમામ માટે રસી ખરીદવા અને વિતરિત કરવા માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આટલી રકમની જરૂર છે. આ સાથે પૂનાવાલાએ પ્રધાનમંત્રી કાર્યાલયને ટેગ કર્યુ અને લખ્યું, આ આગમી પડકાર છે, જેની સામે લડવું પડશે. શનિવારે પીએમ મોદીના યુએન સંબોધન બાદ કદાચ તેનો જવાબ મળી ગયો હોય તેમ લાગે છે અને આ અંગે એક ટ્વિટ કર્યું છે. રવિવારે અદાર પૂનાવાલાએ ટ્વિટ કરીને લખ્યું, નરેન્દ્ર મોદીજી આપણે વૈશ્વિક સમુદાયને વેક્સીન ઉપલબ્ધ કરાવવાને લઈ તમારા દ્રષ્ટિકોણની પ્રશંસા કરીએ છીએ. આ ભારત માટે ગૌરવની ક્ષણ છે. તમારા નેતૃત્વ અને સમર્થન માટે ધન્યવાદ. ભારત મટે તમારી વ્યવસ્થા ભારતીયો માટે તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખશે તે સ્પષ્ટ છે. પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ઉત્પાદન કરવામાં આવતાં ડોઝની સંખ્યાના હિસાબેવિશ્વની સૌથી મોટી વેક્સીન નિર્માતા છે. કોરોના વાયરસ માટે તે અલગ અલગ વેક્સીન પર કામ કરી રહી છે. અદાર પૂનાવાલા કંપનીના સીઈઓ છે. તેના પિતા ડો. સાઇરસ પૂનાવાલાએ 1966માં સીરમ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી અને અદાર પૂનાવાલા 2001માં જોડાયા હતા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 88,600 નવા કેસ નોંધાયા હતા અને 1,124 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 59,92,533 પર પહોંચી છે. જેમાંથી 9,56,402 એક્ટિવ કેસ છે. જ્યારે 49,41,628ને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 94,503 પર પહોંચી છે. કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ વાંચો





















