શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ: ઈરાનમાંથી 58 લોકોને લઈને ભારત પહોંચ્યું C-17 ગ્લોબમાસ્ટર, રાખવામાં આવશે અલગ
દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ઈરાન કોરોના વાયરસને કારણે ફસાયેલા ભારતીયો આખરે પરત ફર્યા છે. ઈરાનમાં ફસાયેલા ભારતીયોને લઇને એરફોર્સનું સી-17 ગ્લોબમાસ્ટર વિમાન હિંડન એરબેઝ પર આવી પહોંચ્યું હતું.
નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ઈરાન કોરોના વાયરસને કારણે ફસાયેલા ભારતીયો આખરે પરત ફર્યા છે. ઈરાનમાં ફસાયેલા ભારતીયોને લઇને એરફોર્સનું સી-17 ગ્લોબમાસ્ટર વિમાન હિંડન એરબેઝ પર આવી પહોંચ્યું હતું. ઈરાનથી પ્રથમ જથ્થામાં કુલ 58 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. ઇરાનથી ભારતીયોને લઇને આ વિમાન સોમવારે સાંજે રવાના થયું હતું. ઇરાનમાં આશરે 2 હજાર ભારતીયો રહે છે.
ત્રણ દિવસ પહેલા જ મહાન એરલાઈનનું એક વિમાન 300 ભારતીયોના નમૂના લઈ ઈરાનથી ભારત આવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલય પણ ઈરાનમાં રહેતા ભારતીયઓ માટે કોરોના વાયરસની તપાસ માટે એક પ્રયોગશાળા સ્થાપવાની તૈયારી ચાલી રહી છે. જો કે, આ ભારતીયોના કે, જેઓ ઈરાનથી પાછા આવવાના છે, તેમના માલસામાનને લઈ આ પ્લાન રદ થયો હતો.
ઈરાનમાં છેલ્લા 24 કલાકમાં 43 લોકોનાં આ વાયરસનાં કારણે મોત થયા છે. ઈરાનમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 237 થઈ ગઈ છે. એક સ્થાનિક રિપોર્ટ મુજબ જોઈએ તો, ઈરાનમાં અત્યાર સુધીમાં 595 નવા કેસ નોંધાયા છે. ભારતમાં કોરોના વાયરસની અસર દિવસે દિવસે વધી રહી છે. ભારત સરકારે કોરોનાને ફેલાતો અટકાવવા માટે યોગ્ય પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે. છતાં ત્રણ નવા કેસો સામે આવ્યા છે. તાજા રિપોર્ટ પ્રમાણે, ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 46 થઇ ગઇ છે. હાલમાં જ પુણેમાં દુબઇથી પરત ફરેલા બે લોકોનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. વળી, કેરાલામાં ત્રણ વર્ષની બાળકી પણ કોરોનાની ઝપેટમાં આવી ગઇ છે. આમ કુલ ત્રણ નવા કેસો ભારતમાં નોંધાયા છે.Indian Air Force: IAF C-17 returned from Iran to Hindon airbase this morning with 58 Indian citizens onboard. The passengers included 25 men, 31 women and 2 children. The aircraft also carried 529 samples for investigation. https://t.co/dw5684tDSV
— ANI (@ANI) March 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement