Corona Virus: હોમ આઇસોલેશનમાં આ વાતોનું રાખો ખાસ ધ્યાન નહિ તો મુશ્કેલી વધી શકે છે
જો આપ ઘર રહીને જ કોરોનાની સારવાર કરતા હો તો જરૂરી છે કે, આપ કેટલાક નિયમોનું ચુસ્તતાથી પાલન કરો. નહી તો મુશ્કેલી વધી શકે છે.
![Corona Virus: હોમ આઇસોલેશનમાં આ વાતોનું રાખો ખાસ ધ્યાન નહિ તો મુશ્કેલી વધી શકે છે Corona virus take special care of these things in home isolation take full care Corona Virus: હોમ આઇસોલેશનમાં આ વાતોનું રાખો ખાસ ધ્યાન નહિ તો મુશ્કેલી વધી શકે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/09/e2ff74a6f79d70fa972da9cd105a1550_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Corona Virus: જો આપ ઘરે રહીને કોરોનાનો ઇલાજ કરાવી રહ્યાં હો તો આપને કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. ડોક્ટરના સંપર્કમાં રહેવા સહિતની કેટલીક બાબતો એટલી મહત્વપૂર્ણ છેને ન અનુસરવાથી મુશ્કેલી વધી શકે છે.
હાલ કોરોનાના દર્દીની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં રોજ 4 લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિમાં હોસ્પિટલમાં પણ બેડ નથી મળી રહ્યાં. આ પરિસ્થિતિનાં કારણે આજે મોટાભાગના કોરોનાના દર્દી હોમઆઇસોલેટ છે. તેઓ ઘરે રહીને જ તેમનો ઇલાજ કરાવી રહ્યાં છે. જો કે ઘરે રહીને ઇલાજ કરાવતાં દર્દીઓએ કેટલીક સાવધાની વર્તવી જરૂરી છે.
જે દર્દીને કોરોનાના હળવા લક્ષણો હોય તેમને ડોક્ટર હોમ આઇસોલેટ થઇને ઇલાજ કરવાની સલાહ આપે છે, જો આપ હોમ આઇસોલેટ હો તો જરૂરી છે કે, આપ હોમ આઇસોલેટના પ્રોટોકોલનું ચુસ્તાથી પાલન કરો. જેથી આપ પરિવાર અને બાળકોને સંક્રમણથી બચાવી શકો.
હોમ આઇસોલેશનમાં આ વાતોનું રાખો ધ્યાન
- કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ આપ એક એવા રૂમમાં શિફ્ટ થઇ જાવ. જેમાં બાથરૂમ અટેચ્ડ હોય.
- ડોક્ટર દ્રારા અપાયેલી દરેક દવાને બજારથી મંગાવી લો. જેથી વારંવાર દવાઓ મંગાવવાની જરૂર ન પડે.
- આપના ખાવા પીવા પર ખાસ ધ્યાન આપો અને ખૂબ લિકવિડ પીવો.
- રૂમમાં સ્ટીમ લેવા સહિતના દરેક જરૂરી સાધનો રાખો અને આરામ કરો
- સંક્રમિત થાય બાદ આપના પાલતુ પ્રાણીથી પણ અંતર રાખો.
- રૂમનો બારીઓ ખુલ્લી રાખો જેથી વેન્ટીલેશન મળતું રહે
- સંક્રમિત વ્યક્તિની કોઇ નજીક આવે કે વાત કરે તો આ સમયે માસ્ક અવશ્ય લગાવી લેવું
- આપે ઉપયોગમાં લીધેલી વસ્તુ, ટોવેલ., સાબુ વાસણ કોઇ અન્યે ઉપયોગ ન કરવું
- ઘરે કોઇને પણ આવવા ન દો અને ખુદ પણ બહાર ન જાવ
- હોમ આઇસોલેશન દરમિયાન તાવ અને ઓક્સિજન લેવલ ચેક કરતા રહો.
- શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં બળતરા, દુખાવો, જેવા ગંભીર લક્ષણો દેખાય તો ડોક્ટરની સલાહ લો
- હોમઆઇસોલેટ દર્દીએ સતત ડોક્ટરના સંપર્ક રહેવું જરૂરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)