શોધખોળ કરો
Advertisement
આ કંપનીનો દાવો ઇમરજન્સીમાં વર્ષના અંતમાં મળી શકે છે કોરોના રસી, કિંમત હશે માત્ર 250 રૂપિયા
દેશમાં ટુંક સમયમાં જ કોરોના વાયરસની વેક્સીન ઉપલબ્ધ થઈ શકશે.
નવી દિલ્હીઃ કોરોના વેક્સિનને લઈને વધુ એક સારા સમાચાર મળી રહ્યાં છે. કોરોના મહામારીમાં વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સિન મળવાનો સીરમ ઈંસ્ટીટ્યુટે દાવો કર્યો છે. જેની કિંમત માત્ર 250 રૂપિયા હશે.
ઓક્સફોર્ડની કોરોના વેક્સિનને લઈને અદાર પુનાવાલાએ દાવો કર્યો કે સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયા સરકારને વેક્સિન 250 રૂપિયામાં આપશે. દેશમાં ટુંક સમયમાં જ કોરોના વાયરસની વેક્સીન ઉપલબ્ધ થઈ શકશે.
સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયાના સીઈઓ અદાર પુનાવાલાએ દાવો કર્યો એસ્ટ્રાજેનેકાની કોવિડ 19ની સંભવિત વેક્સિન ખુબ જ પ્રભાવી સાબિત થઈ છે અને જે ટુક સમયમાં જ લોકોને ઉપલબ્ધ થઈ શકશે.
સાથે જ ઓક્સફોર્ડની કોરોના વેક્સિનને લઈને અદાર પૂનાવાલાએ દાવો કર્યો કે આ વેક્સીનને સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયા સરકારને માત્ર 250 રૂપિયામાં આપી શકે છે. આ સિવાય આ ડોઝની વધુમાં વધુ વેચાણ કિંમત 1000 રૂપિયા રાખવામાં આવી છે. ઈમરજન્સીને લઈને આ વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સીનને બજારમાં ઉતારવામાં આવી શકે છે.
પુનાવાલાએ દાવો કરતાં કહ્યું કે, આગામી વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી સુધી 10 કરોડ કોરોના રસીના ડોઝ ઉપલબ્ધ હશે. જ્યારે ફેબ્રુઆરીના અંત સુધીમાં તેના વધારે ડોઝ તૈયાર કરવામાં આવી શકે છે. આશા છે કે રસી ટૂંકમાં જ આવી જશે. કેટલાક સપ્તાહમાં તેનો નિર્ણય નિયામકો પાસે હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement