શોધખોળ કરો

Corona Wave : ભારતમાં ફરી તરખાટ મચાવશે કોરોનાની લહેર? નવો વેરિઅન્ટ ખતરનાક

Corona Wave : ભારતમાં કોરોના મહામારીની વધુ એક લહેર આવવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 796 નવા કેસ સામે આવ્યા છે,.

Corona Wave : ભારતમાં કોરોના મહામારીની વધુ એક લહેર આવવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 796 નવા કેસ સામે આવ્યા છે અને હવે દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,93,506 થઈ ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે, કોરોનાનું નવું સ્વરૂપ ખૂબ જ ચેપી છે અને તે ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને પુડુચેરીમાં કોરોનાવાયરસ ચેપને કારણે એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. આ સ્થિતિમાં નવા કેસોમાં ઝડપથી વધારો ચિંતાજનક છે. આના માટે જાગૃતિ જરૂરી છે, જેથી બેદરકારીના કારણે સ્થિતિ બગડે નહીં.

સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 હજારને વટાવી ગઈ છે અને તમામ સંક્રમિતોની સારવાર કરવામાં આવી રહી છે. કોરોનાના નવા કેસ વધવા પાછળ તેના સબ-વેરિઅન્ટ XBB 1.16 અને XBB 1.15ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને પુડુચેરીમાં કોરોના વાયરસના ચેપને લઈને તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. નિષ્ણાતો કહે છે કે, XBB.1.16 કોરોનાનું વેરિઅન્ટ XBBનું પેટા પ્રકાર છે. તેની સીધી અસર રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. જેના કારણે ગળામાં દુ:ખાવો, શરદી, દુ:ખાવો અને તાવ જેવા લક્ષણો સામે આવ્યા છે. જો કે, કેટલાક લોકોએ થાક, માથાનો દુખાવો, વહેતું નાક, સ્નાયુઓમાં દુખાવોની ફરિયાદ પણ કરી છે.

ભારતમાં અમેરિકા કરતાં ત્રણ ગણા વધુ કેસ છે, રોગચાળાનો ડર

ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ અનુસાર જે નવા પ્રકારોને કારણે કોરોના ચેપના વધતા કેસોનું નિરીક્ષણ કરે છે. ભારતમાં સબ-વેરિઅન્ટ XBB 1.16ના સૌથી વધુ કેસ નોંધાયા છે. અન્ય દેશોમાં પણ કેસ જોવા મળ્યા છે જેમાં અમેરિકામાં 15 કેસ નોંધાયા છે જ્યારે સિંગાપોરમાં 14 કેસ નોંધાયા છે. ભારતમાં તેમની સંખ્યા 48 પર પહોંચી ગઈ છે. સબ-વેરિઅન્ટ XBB 1.16 વિશે નિષ્ણાતો કહે છે કે, અગાઉ ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ફેલાયેયો હતો. એમિક્રોન વેરિયંટે દુનિભારમાં ખળભળાટ મચાવ્યો હતો. પરંતુ હવે સબ-વેરિઅન્ટ XBB 1.16ને કારણે રોગચાળાની શક્યતા વધી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેમને જોખમ વધુ છે.

Covid-19 : કોરોના લોકોને બનાવી દે છે 'આંધળા', સંશોધનમાં થથરાવી મુકતો ખુલાસો

કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ સાજા થનારાઓને જુદી જુદી પ્રકારની બિમારીઓનો ભોગ બનવું પડી રહ્યું છે. જુદા જુદા સંશોધનમાં આ અનેક પ્રકારની બાબતો સામે આવી રહી છે. હવે તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સંશોધન અને કિસ્સાઓ પરથી સામે આવ્યું છે કે, કોરોના સંક્રમિત દર્દીઓને લોકોના ચહેરા ઓળખવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જેમ કે એક એના નામની યુવતી (નામ બદલ્યું છે) કોવિડથી સંક્રમિત હતી. તેની સારવાર ચાલી રહી હતી. તે થોડા મહિના પછી તેના પરિવારને મળી. તે સમયે તે કોરોના સંક્રમિત છે કે નહીં તેની પુષ્ટિ થઈ ન હતી. જ્યારે વૈજ્ઞાનિકોએ તેમની પૂછપરછ કરી હતી અને તેની તપાસ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે, તે તેના પિતાનો અવાજ બીજા કોઈના ચહેરા પરથી સાંભળી રહી હતી. સામે જે ચહેરો હતો તે તેના પિતાનો નહોતો.
 
ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

Embed widget