શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ દિલ્હીમાં સામે આવ્યા કોરોનાના રેકોર્ડ 3,947 કેસ, કુલ દર્દીની સંખ્યા 66 હજારને પાર
કોરોના વાયરસ કેસને કારણે મરનારા લોકોની સંખ્યા વધીને 2301 પહોંચી છે. તેની સાથે જ સામે આવેલ લેટેસ્ટ આંકડા અનુસાર દિલ્હીમાં હેવ કુલ કોરોના કેસની સંખ્યા વધીને 66,602 થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ દિલ્હીમાં કોવિડ-19ના રેકોર્ડ 3947 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દિલ્હીમાં કુલ કેસની સંખ્યા 66,000ના આંકડાને પાર કરી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ આ જાણવકારી આપી છે કે બીમારીને કારણે અત્યાર સુધીમાં 2301 લોકોના મોત થયા છે.
મંગળવારે દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગના બુલેટિનમાં કહેવામાં આવ્યું છેકે, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 68 લોકોના મોત થયા છે. કોરોના વાયરસ કેસને કારણે મરનારા લોકોની સંખ્યા વધીને 2301 પહોંચી છે. તેની સાથે જ સામે આવેલ લેટેસ્ટ આંકડા અનુસાર દિલ્હીમાં હેવ કુલ કોરોના કેસની સંખ્યા વધીને 66,602 થઈ ગઈ છે.
દિલ્હીમાં હાલમાં 24,988 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 39,313 લોકો સાજા થયા છે. વાત જો દેશભરના કોરનોા સંક્રમિતની કરવામાં આવે તો અત્યાર સુધી કોરોનાના 4 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. તેમાં રાહતની વાત એ છે કે અત્યાર સુધી 2 લાખથી વધારે લોકો સારવાર લઈને ઘરે ગયા છે. દેશભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં 14 હજારથી વધારે લોકોના મોત થયા છે.
જણાવીએ કે, હાલમાં દેશમાં 4,40,215 કોરોના કેસ સામે આવ્યા છે. જેમાંથી 2,48,189 લોકો સારવાર લઈને ઘરે ગયા છે. જ્યારે 1,78,014 લોકો હાલમાં કોરોનાથી સંક્રમિત છે. કોરોનાને કારણે દેશભરમાં અત્યાર સુધી 14011 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement