શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 6715 નવા કેસ, વધુ 66 લોકોના મોત
દિલ્હીમાં અત્યાર સુધી 4,16,653 લોકો દિલ્હીમાં સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 4,16,653 દર્દી સ્વસ્થ થયા છે. હાલમાં 38,729 દર્દીઓની સારવાર ચાલી રહી છે. કોરોનાથી મૃત્યુઆંક 6,769 પર પહોંચ્યો છે
નવી દિલ્હી: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 6715 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે અને વધુ 66 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. બુધવારે 6842 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા.
દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ગુરુવારે રાત્રે સાડા આઠ વાગ્યે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 5,289 લોકો સ્વસ્થ થયા છે. અત્યાર સુધી 4,16,653 લોકો દિલ્હીમાં સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 4,16,653 દર્દી સ્વસ્થ થયા છે. હાલમાં 38,729 દર્દીઓની સારવાર ચાલી રહી છે. કોરોનાથી મૃત્યુઆંક 6,769 પર પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસમાં કોવિડ-19ના કેસમાં ઝડપથી વધારો થયો છે અને બુધવારે સતત બીજા દિવસે સંક્રમણના 6 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા.
આ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કોરોનાના વધતા કેસની સાથે પ્રદુષણનું સ્તર પણ વધતા સમીક્ષા બેઠક કરી હતી. અને આ બેઠકમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીમાં 7થી 30 નવેમ્બર સુધી આ પ્રતિબંધ લાગુ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement