શોધખોળ કરો
Advertisement
ભારતમાં સતત વધી રહ્યું છે કોરોનાનુ સંકટ, આંકડો 1100ને પાર, અત્યાર સુધી 30 લોકોએ જીવ ગુમાવ્યા
ખાસ વાત છે કે સરકારે ધીમે ધીમે કેટલીક વસ્તુઓની છૂટ આપી છે, આ ઉપરાંત હૉમ ડિલીવરી પણ શરૂ કરી દીધી છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસનું સંકટ ભારતમાં સતત વધી રહ્યું છે. સોમવારે સવાર સુધીમાં દેશમાં કોરોનાથી પીડિતોની સંખ્યા વધીને 1100ને પાર પહોંચી ચૂકી છે, વળી અત્યાર સુધી 30 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
રવિવારે દિલ્હી- એનસીઆરમાં કોરોના વાયરસથી ડઝનેક કેસો પૉઝિટીવ આવ્યા છે. ત્યારબાદ હડકંપ મચી ગયો હતો. આ બધાની વચ્ચે હજારો લોકો-મજૂરો સ્થળાંતર કરવા લાગ્યા છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ થવાની છે.
કોરોના વાયરસને હરાવવા માટે દેશભરમાં 21 દિવસનુ લૉકડાઉન લાગુ છે. સોમવારે લૉકડાઉનનો છઠ્ઠો દિવસ છે. સરકારે લોકોને વધુમાં વધુ સમય ઘરમાં રહેવા અપીલ કરી છે.
ખાસ વાત છે કે સરકારે ધીમે ધીમે કેટલીક વસ્તુઓની છૂટ આપી છે, આ ઉપરાંત હૉમ ડિલીવરી પણ શરૂ કરી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement