દેશના ક્યા રાજ્યની સ્થિતિ અતિગંભીર, ખૂટી પડ્યાં ICU બેડ, ચિઠ્ઠી લખી PM પાસે માંગી મદદ
હાલ દેશમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક છે. દરેક રાજ્યો કોરોનાની ચપેટમાં છે. કોવિડની હોસ્પિટલ હાઉસફુલ છે. આ સ્થિતિમાં રાજધાની દિલ્લીની વાત કરીએ તો અહી સૌથી ગંભીર સ્થિતિ છે. અહી આસીયૂ બેડ ખૂટી પડતાં કેજરીવાલે PM મોદીને મદદ માટે ચિટ્ઠી લખી છે.
હાલ દેશમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક છે. દરેક રાજ્યો કોરોનાની ચપેટમાં છે. કોવિડની હોસ્પિટલ હાઉસફુલ છે. આ સ્થિતિમાં રાજધાની દિલ્લીની વાત કરીએ તો અહી સૌથી ગંભીર સ્થિતિ છે. અહી આસીયૂ બેડ ખૂટી પડતાં કેજરીવાલે PM મોદીને મદદ માટે ચિટ્ઠી લખી છે.
કોરોના વાયરસની સ્થિતિને કાબૂ કરવામાં સરકારના પ્રયાસો પણ ઓછા પડી રહ્યાં છે. રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે જે વાત કરી તે ચિંતા અને ડર બંને વઘારનારી છે. તેમણે કહ્યું કે, સતત વધી રહેલા સંક્રમણના કારણે હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યાં છે આખા દિલ્લીમાં માત્ર 100થી ઓછા બેડ બચ્યાં છે. સ્થિતિની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી કેજરીવાલે પીએમ મોદીને મદદ માટે ચિઠ્ઠી લખી છે.
એક ચિઠ્ઠીમાં કેજરીવાલે લખ્યું કે. સ્થિતિની ગંભીરતાને જોતા સરકારી હોસ્પિટલમાં ઓછામાં ઓછા 7 હજાર બેડ કોરોના માટે રિઝર્વ રાખવામાં આવે. તેમણે લખ્યું કે, સતત વધતા જતાં કેસના કારણે સાધનો ઓછો પડી રહ્યાં છે. ઓક્સિજન માટે પણ દિલ્લી સરકારે કેન્દ્રની મદદ માંગી છે.
પ્રેસ કોન્ફરન્સમાં CMકેજરીવાલે શું કહ્યું?
છેલ્લા 24 કલાકમાં 24 હજાર 500 કેસ નવા આવ્યાં હતા અને તેના પહેલાના 24 કલાકમાં 19 હજાર 500 કેસ નવા આવ્યાં હતા. આ આંકડાને જોતા સમજી શકાય કે વાયરસ કેટલું ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યું છે.
દિલ્લીમાં કોરોના વાયરસ માટે બેડ રિઝર્વ છે. જે ખૂબ ઝડપથી ભરાઇ રહ્યાં છે. આઇસી બેડ લગભગ ખૂટી પડ્યાં છે.
દિલ્લીમાં સંક્રમિતોની સાથે મૃત્યુઆંક પણ સતત ઉંચે જઇ રહ્યો છે. અહીં દર 100 વ્યક્તિએ 25 લોકો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. રાજધાની દિલ્લીમાં 100 કોરોના ટ્સ્ટિંગમં સરેરાશ 25 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યાં છે. રાજધાની દિલ્લીમાં કોરોના બેકાબૂ થતાં મુખ્યમંત્રી કેજરીવાલે આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી.દર્દીઓને પુરતી સારવાર સમયસર મળી રહે માટે ઓક્સિજન બેડ વધારવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
ઓક્સિજનની પણ અછત વર્તાઇ રહી છે. અમે સતત કેન્દ્રના સંપર્કમાં છીએ અને મદદ માંગવામાં આવી રહી છે. જે પણ મદદ મળી છે, તેના માટે અમે તેનો આભાર માનીએ છીએ. દિલ્લીમાં કેન્દ્ર સરકારના મળીને કુલ 10,000 બેડ છે.