શોધખોળ કરો

India Corona Cases Yesterday: દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ, ભારત બન્યો વિશ્વનો ત્રીજો દેશ

સ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે. 

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં  કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.  ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ પહોંચી ગયો છે. આ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિશ્વમાં કુલ મૃત્યુઆંકની  5.95 લાખ સાથે અમેરિકા પ્રથમ અને 4.22 લાખ સાથે બ્રાઝિલ બીજા ક્રમે છે.

એક્ટિવ કેસ 37 લાખને પાર

 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ધીમી ગતિએ વધી રહ્યો છે. ગઈકાલે દેશમાં કોરોનાના કેસમાં 37,572નો ઘટાડો થયો હતો.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે. 

  • કુલ કેસ-  બે કરોડ 26 લાખ 62 હજાર 575
  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 90 લાખ 27 હજાર 304
  • કુલ એક્ટિવ કેસ - 37 લાખ 15 હજાર 221
  • કુલ મોત - 2 લાખ 49 હજાર 992

છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

કેસ

મોત

10 મે

3,66,161

3754

9 મે

4,03,738

4092

8 મે

4,07,078

4187

7 મે

4,14,188

3915

6 મે

4,12,262

3980

5 મે

3,82,315

3780

4 મે

3,57,299

3449

3 મે

3,68,147

3417

2 મે

3,92,498

3689

1 મે

4,01,993

3523

17 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 27 લાખ 10 હજાર 066 ડોઝ આપવામાં આવ્યા છે.

આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, હરિયાણા, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

 કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ

ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 30,56,00,187 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 10 મે ના રોજ 18,50,110 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.

રાજ્યોની હાલત છે ખરાબ

કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત

સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget