શોધખોળ કરો
Advertisement
COVID-19: કેંદ્ર સરકારનું રાજ્યોને સૂચન- લોકોને ઘરમાં રાખવા જ્યાં જરૂર હોય ત્યાં કર્ફ્યૂ લગાવો
કેંદ્ર સરકારના ઉચ્ચ અધિકારીએ કેટલાક મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે જો લોકો ઘરની બહાર નીકળવાનું ચાલુ રાખે તો કર્ફ્યૂ લગાવવામાં આવે.
નવી દિલ્હી:કેદ્ર સરકારે રાજ્ય સરકારો અને કેંદ્રશાસિત પ્રશાસનને એડવાઈઝરી જાહેર કરી સૂચન આપ્યું છે કે કોરોના વાયરસના પ્રસારને ધ્યાનમાં રાખીને લોકોને ઘરની અંદર રાખવા જરૂર પડે તો ત્યાં કર્ફ્યુ લાગુ કરો. કેંદ્ર સરકારના ઉચ્ચ અધિકારીએ કેટલાક મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે જો લોકો ઘરની બહાર નીકળવાનું ચાલુ રાખે તો કર્ફ્યૂ લગાવવામાં આવે.
લોકો વાયરસના ફેલાવાને કારણે ક્લોઝર ઓર્ડર પછી પણ ઘરમાંથી બહાર નીકળવાનું ચાલુ રાખે છે, તેથી જ્યાં જરૂરી હોય ત્યાં કર્ફ્યૂ લાદવો જોઈએ. એવું કહેવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિમાં લોકોનું જમા થવું પરિસ્થિતિને બગાડે છે કારણ કે દેશના વિવિધ ભાગોમાં કોરોના વાયરસના આશરે 500 જેટલા કેસોની પુષ્ટિ થઈ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે હવે, સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પગલાં લેવાનું અને કર્ફ્યુ લાદવાનો અધિકાર ધરાવતા જિલ્લા મેજિસ્ટ્રેટને જરૂરી સૂચનાઓ આપવાનું કાર્ય રાજ્ય સરકારનું છે.
આ સાથે કેન્દ્ર સરકારે રાજ્યોને હાલની તબીબી સુવિધાઓ જેવી કે હોસ્પિટલો, ક્લિનિકલ લેબ્સ, આઇસોલેશન વોર્ડ, વિસ્તૃત કરવા અને હાલની સુવિધાઓના અપગ્રેડેશન માટે કવિડ-19 સાથેને લઈ નાણાકીય સંસાધનો ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે.
ભારતમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા 513 થઇ ગઇ છે. જ્યારે કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 11 લોકોના મોત થયા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion