શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશમાં ફરીથી લૉકડાઉન લગાવવાની વાતોને લઇને કેન્દ્ર સરકારે શું કરી મોટી જાહેરાત, જાણો વિગતે
આ બધાની વચ્ચે ફરી એકવાર દેશમાં લૉકડાઉન લગાવવાની અફવાઓએ જોર પકડ્યુ હતુ, જોકે, આવી અફવાઓ પર કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે અને ફરીથી દેશમાં ક્યાંય પણ લૉકડાઉન લગાવવાનો ઇનકાર કરી દીધો છે
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના વધતા ખતરાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રએ કહ્યું કે, દેશમાં હવે લૉકડાઉન નહીં લાગે. ઉલ્લેખનીય છે કે દેશમાં દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ બધાની વચ્ચે ફરી એકવાર દેશમાં લૉકડાઉન લગાવવાની અફવાઓએ જોર પકડ્યુ હતુ, જોકે, આવી અફવાઓ પર કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે અને ફરીથી દેશમાં ક્યાંય પણ લૉકડાઉન લગાવવાનો ઇનકાર કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નવી ગાઇડ લાઇન જાહેર કરી છે, કેટલીક જગ્યાએ પાબંદીઓ લગાવી રાખી છે. ગાઇડલાઇનમાં સ્પષ્ટતા કરી છે કે દેશમાં હવે ક્યાંય લૉકડાઉન નહીં લગાવવામાં આવે માત્ર નાઇટ કર્ફ્યૂની પરમીશન છે.
ભારતમાં કોરોનાનો કેર યથાવત છે. કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 92 લાખને પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 44,489 નવા કેસો સામે આવ્યા છે, અને 524 દર્દીઓના મોત થઇ ગયા છે. આની સાથે ભારતમાં 92,66,705 લોકો સંક્રમિત થયા છે, અને 1,35,223 લોકોના મોત થયા છે. વળી આ સંક્રમણથી અત્યાર સુધી 86,79,138 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion