શોધખોળ કરો
Corona Full Updates: વિશ્વભરમાં 10 હજારથી વધારે લોકોએ દમ તોડ્યો, મોતના મામલે ચીનથી આગળ નીકળ્યું ઇટલી
અમેરિકામાં આ જીવલેણ બીમારીથી મરનારાઓની સંખ્યા 200ના આંકડાને પાર કરી ગઈ અને કુલ સંક્રમિત લોકોની સંખ્યા 14,000ને પાર કરી ગઈ છે.

નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. કુલ કેસ અઢી લાખની આસપાસ પહોંચી ગયા છે. જ્યારે મોતનો આંકડો દસ હજારને પાર કરી ગયો છે. ઇટલીમાં તો ચીનથી પણ વધારી જીવ ગયા છે. ઇટલીમાં 427 અને લોકોના મોતની સાથે આ વિષાણુથી મરનારા લોકોની કુલ સંખ્યા 3405 સુધી પહોંચી ગયો છે. ચીનમાં 3245 લોકોના મોત થયા છે. વિશ્વમાં થનારા કુલ મોતમાંથી અંદાજે 33 ટકા ઇટલીમાં થયા છે. અમેરિકામાં મોતનો સિલસિલો યથાવત અમેરિકામાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. આ જીવલેણ બીમારીથી મરનારાઓની સંખ્યા 200ના આંકડાને પાર કરી ગઈ અને કુલ સંક્રમિત લોકોની સંખ્યા 14,000ને પાર કરી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ અને નેતાઓએ ઝડપથી ફેલાઈ રહેલ આ રોગને કાબુ કરવાના જરૂરી તમામ પ્રયત્નો કરી રહ્યા છે. 14 હજાર 339 અને 217 મોતની સાથે અમેરિકા કોરોના વાયરસથી સંક્રમિત લોકોની યાદીમાં છઠ્ઠા ક્રમનો દેશ બની ગયો છે. બાકી દેશોની સ્થિતિ? ચીનમાં સંક્રમણના કેસ 81,193 અને 3,248 મોત, ઈટલીમાં 41,035, સંક્રમિત અને 3,450 મોત, ઇરાનમાં 18,407 સંક્રમિત અને 1,284 મોત, સ્પેનમાં 18,077 સંક્રમિત અને 831 મોત, જર્મનીમાં 15,320 સંક્રમિત અને 44 મોત અને ફ્રાન્સમાં 10,995 સંક્રમિત અને 372 મોત થઈ. કોરોના વાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે પોતાની સરહદ બંધ કરી દીધી છે અને બહારથી આવનારાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીનના વુહાન શહેરમાં અંદાજે ત્રણ મહિના પહેલા કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ ગુરુવારે પ્રથમ વખત એવું થયું જ્યારે દેશમાં સંક્રમણનો એક પણ ઘરેલુ કેસ સામે ન આવ્યો. પરંતુ વિશ્વના અન્ય ભાગમાં આ મહામારી ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે અને લોકોના જીવ જઈ રહ્યા છે. ભારતમાં શું સ્થિતિ છે? દેશમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા વધીને 195 થઈ ગઈ છે જેમાં 32 વિદેશી નાગરિક પણ સામલે છે. દેશભરમાં કુલ 20 રાજ્યો અથવા કેન્દ્ર શાશિત પ્રદેશોમાંથી કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધી કુલ 47 કેસ પોઝિટિવ છે. ત્યાર બાદ કેરળમાં 28, યૂપીમાં 19, હરિયાણામાં 17, દિલ્હીમાં પણ 17, કર્ણાટકમાં 15 અને લદ્દાખમાં 10 કેસ સામે આવ્યા છે. બાકીના કેસ દેશના અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છે. ભારતમાં નોંધાયેલ કુલ કેસમાંથી 4 દર્દીના મૃત્યુ થયા છે જ્યારે સારી વાત એ છે કે 20 વ્યક્તિને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અથવા તેમનામાં સારવાર બાદ લક્ષ્ણો જોવા મળ્યા નથી.
વધુ વાંચો





















