શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના વાયરસઃ દિલ્હી 31 માર્ચ સુધી લોકડાઉન, CM કેજરીવાલે લીધો મોટો નિર્ણય
કોરોના વાયરસના કારણે દેશભરમાં 75 જિલ્લામાં લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે હવે દિલ્હીમાં પણ તેના પર અમલ કરવાનો નિર્ણય લેવાયો છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશભરમાં 75 જિલ્લામાં લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે હવે દિલ્હીમાં પણ તેના પર અમલ કરવાનો નિર્ણય લેવાયો છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કોરોના વાયરસના ખતરાને જોતા 23 થી 31 માર્ચ સુધી દિલ્હીને લોકડાઉન કરવાનો આદેશ આપ્યો છે.
જે હેઠળ જરૂરી અને પ્રાથમિક સેવાઓને બાદ કરતા તમામ સેવાઓ પુરી રીતે બંધ રહેશે. નોંધનીય છે કે દિલ્હી અને એનસીઆરમાં કોરોનાના વધતા ફેલાવાના કારણે દિલ્હી મેટ્રોને 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 354 કેસ સામે આવ્યા છે. રવિવારે બે લોકોના મોત સાથે દેશમાં સાત લોકોના મોત થયા છે.
દિલ્હીમાં ડીટીસી સેવા પર પ્રતિબંધ ફક્ત 25 ટકા બસો દોડ઼શે. હોસ્પિટલ, ફાયર બ્રિગ્રેડ, વિજળી-પાણી અને સાફસફાઇ વિભાગ ચાલુ રહેશે. પેટ્રોલ પણ ખુલ્લા રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion