શોધખોળ કરો

PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત

PM Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે આવશે. તેઓ ગુજરાતને 19 હજાર 806 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે.

LIVE

Key Events
PM Modi Gujarat Visit Live Updates Events Schedule Speech Highlights PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
સાણંદમાં કેઈન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ધાટન
Source : ફોટોઃ એબીપી અસ્મિતા

Background

PM Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે આવશે. તેઓ ગુજરાતને 19 હજાર 806 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે. વાવ-થરાદથી પીએમ મોદી કેન્દ્ર સરકારના ઊર્જા,માર્ગ, પરિવહન અને હાઈવે તેમજ રેલવે મંત્રાલયના 10 હજાર 921 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જ્યારે ગુજરાત સરકારના શહેરી વિકાસ, જળ સંશાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, GIDC, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન અને આદિજાતિ વિકાસ વિભાગના આઠ હજાર 886 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

PM મોદીના પ્રવાસની શરૂઆત આધ્યાત્મિક વારસાના દર્શન સાથે થશે. ગાંધીનગરના કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. તો ચાર હજાર 640 કરોડના AMCના 32 પ્રકલ્પનાનું પીએમ મોદી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 1061 કરોડના ખર્ચે ખારીકટ કેનાલના નવીનિકરણનું ખાતમુર્હૂત કરી પીએમ 467 કરોડના ખર્ચે તૈયાર ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમના પ્રોજેક્ટને ખુલ્લો મુકશે. તો નરોડાથી નારોલ સર્કલ સુધી 14 કિલોમીટરના રસ્તા પરના કેટલાક પ્રકલ્પોને ખુલ્લા મુકવામાં આવશે. એટલુ જ નહીં, એસિલબ્રિજમાં ઈન્ટિગ્રેટેડ હાઉસિંગના 728 મકાનનું ખાતમુહૂર્ત કરશે. કેન્દ્ર સરકારના સહયોગથી બનાસ ડેરીએ દેશનું સૌથી મોટુ પશુઓનું IVF સેન્ટર તૈયાર કર્યું છે ત્યારે પીએમ મોદી બનાસ પશુ સંવર્ધન અને સંશોધન કેન્દ્રનું લોકાર્પણ કરશે. 325 કરોડના ખર્ચે બનાસ ડેરીએ 125 એકરમાં આ સંવર્ધન અને સંશોધન કેન્દ્ર તૈયાર કર્યું છે. આ સિવાય પાટણમાં વિશ્વ વિખ્યાત રાણીની વાવમાં પીએમ મોદી થ્રીડી મેપિંગ શોને ખુલ્લો મુકશે.

પીએમ મોદી એક મહિનામાં જ બીજીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ ગાંધીનગરના કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ અને સાણંદમાં કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (OSAT) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ 5100 કરોડથી વધુના ખર્ચે નિર્મિત,109 કિમી લાંબા 'અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે' (NE-8)નું લોકાર્પણ કરશે. આ હાઈવેના કારણે અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગરનું અંતર 1 કલાક 45 મિનિટમાં કાપી શકાશે.

કેઇન્સ સેમિકોનના પ્લાન્ટનું ઉદ્ઘાટન થતાં જ ગુજરાતમાં એક મહિનામાં જ બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થઈ જશે. કેઇન્સ સેમિકોનના પ્લાન્ટમાં દરરોજ 60 લાખ ચિપ્સનું પ્રોડક્શન થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કૂલ ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ત્રણ સાણંદમાં અને એક ધોલેરામાં છે. આમ સાણંદમાં સીજી પાવર અને ધોલેરામાં ટાટા-PSMC પ્લાન્ટ કાર્યરત થવાના બાકી છે.

17:34 PM (IST)  •  31 Mar 2026

વાવ-થરાદમાં એરબેઝને લઇ પીએમ મોદીએ કોંગ્રેસને ઝાટકી

વાવ-થરાદમાં પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, "આપણી સરહદોની સુરક્ષા માટે, ડીસા ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ છે. અહીં એરબેઝ સ્થાપિત કરવું ખૂબ જ જરૂરી છે. જોકે, મને ખબર નથી - કદાચ તે સમયે દિલ્હીમાં સત્તા સંભાળનારાઓએ ગુજરાત પ્રત્યે કોઈ અકલ્પનીય દુશ્મનાવટ રાખી હતી, જેનું કોઈ સ્પષ્ટ કારણ નહોતું. રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ આ પ્રોજેક્ટ વર્ષો સુધી અમલદારશાહી ફાઇલોમાં દટાયેલો રહ્યો. જ્યારે તમે મને દિલ્હીમાં સેવા આપવાની જવાબદારી સોંપી, ત્યારે મેં તે ફાઇલો મેળવી. અને આજે, પરિણામ એ છે કે ડીસામાં એક વિશાળ એરફોર્સ બેઝ સ્થાપિત થઈ ગયો છે..."

17:25 PM (IST)  •  31 Mar 2026

પીએમ મોદીએ વાવ-થરાદ જિલ્લામાં 19 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસ દરમિયાન વાવ-થરાદ જિલ્લાની મુલાકાત લીધી હતી. અહીંથી તેઓ 19 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યુ હતુ. આ પહેલા તેમણે ગાંધીનગરમાં કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય'નું અને સાણંદ ખાતે GIDCમાં કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget