કોરોનાનો રાફડો ફાટતાં આ મોટા રાજ્યમાં શાળાઓ બંધ કરવાનો અપાયો આદેશ, પરીક્ષા પણ પાછી ઠેલવામાં આવી
તમિલનાડુમાં કોરોનાના વધી રહેલા કેસને લઈ તમામ સ્કૂલો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 19 જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષાઓ પણ પાછળ ઠેલવામાં આવી છે.
Schools Shut Down: દેશમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ દરમિયાન ઘણા રાજ્યોએ કોરોના ગાઇડલાઇનમાં ફેરફાર કર્યો છે. તમિલનાડુમાં કોરોનાના વધી રહેલા કેસને લઈ તમામ સ્કૂલો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 19 જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષાઓ પણ પાછળ ઠેલવામાં આવી છે.
તમિલનાડુમાં શું છે કોરોનાની સ્થિતિ
તમિલનાડુમાં હાલ કોરોનાના 1,31,007 એક્ટિવ કેસ છે. જ્યારે 27,47,974 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં 36,967 લોકોનું કોરોનાથી નિધન થયું છે.
Schools have been declared shut in Tamil Nadu for all classes, due to an increase in the number of #COVID19 cases in the state. The exams which were supposed to be held on January 19 are now postponed: Tamil Nadu govt
— ANI (@ANI) January 16, 2022
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં 2,71,202 લોકો થયા સંક્રમિત, 314 લોકો મોતને ભેટ્યા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,71,202 નવા કેસ નોંધાયા છે અને 314 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,38,331 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 15,50,377 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 16.28 ટકા છે ઓમિક્રોનના કુલ 7,743 કેસ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 70,24,48,838 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 15 જાન્યુઆરીએ 16,65,404 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
- એક્ટિવ કેસઃ 15,50,377
- કુલ ડિસ્ચાર્જઃ 3,50,85,721
- કુલ મોતઃ 4,86,066
- રસીકરણઃ 1,56,76,15,454